તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રીક્ષામાં મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતા 2 ઝડપાયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આણંદ LCB એ ચોરીના 30 મોબાઈલ ફોન કબ્જે કર્યા

આણંદના નવા બસ સ્ટેન્ડ પાસેથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે 30 મોબાઈલ સાથે પેટલાદના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં બંને શખ્સો મુસાફર તરીકે રિક્ષામાં બેસી મુસાફરના પર્સ-ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેતા હોવાની કબુલાત કરી હતી. પેટલાદ તાલુકાના દેવાકુવા ત્રણ બત્તી પાસે રહેતો મોહસીન ઉર્ફે છોટુ અબ્દાલ ચોરી કરેલા મોબાઈલ ફોન વેચવા માટે સીએનજી રિક્ષા લઈ આણંદ આવવાનો હોવાની ચોક્કસ બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી. જેને પગલે પોલીસે વોચ ગોઠવી હતી.

દરમિયાન, વર્ણનવાળો શખ્સ રિક્ષા લઈને આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. રિક્ષામાં પાછળ બેઠેલા શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરતા પોતાનું નામ અયાઝુદ્દીન ઉર્ફે ભુરિયો જલાલુદ્દીન હોવાનું જણાવ્યું હતું. પોલીસે પાછળ બેઠેલા શખ્સ પાસેની થેલી લઈને તપાસ કરતા અલગ-અલગ કંપનીના કુલ 30 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. વધુમાં ફોન ક્યાંથી આવ્યા તે અંગે પૂછતાં બંને શખ્સે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, તેઓ સુરત, વડોદરા, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, આણંદ સહિતના સ્થળે રીક્ષા લઈને ફરતા હતા. દરમિયાન, મુસાફર તરીકે બેસાડી મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરી લેતા હતા. પોલીસે 1.93 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો