પરીક્ષા:આજથી સ્નાતક કક્ષાના 1, 3 અને 5 સેમિસ્ટરની પરીક્ષા

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનુસ્નાતકની પરીક્ષામાં કોઇ કોપી કેસ નહિ

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં 2 નવેમ્બરથી અનુસ્નાતક વિભાગની પરીક્ષાની શરૂઆત થઈ હતી. જે આગામી 18 નવેમ્બર સુધી ચાલવાની છે. પરીક્ષા માટે ફાળવામાં આવેલા એક પણ સેન્ટર પર કોપી કેસ નોંધાયો નથી તેવું યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રો દ્વારા જણાવાયું હતું કે પરીક્ષા માટે જ્ઞાનોદય પરીક્ષા ભવન, હ્યુમેનિટીઝ બિલ્ડિંગ, ખંભાત, પેટલાદ નડિયાદની વિવિધ કોલેજોને સેન્ટર ફાળવામાં આવ્યા છે. અને તમામ જગ્યાએથી રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. જેમા ફાળવામાં આવેલા 13 સેન્ટરોમાંથી એક પણ સેન્ટર પર 2 નવેમ્બરથી ચાલી રહેલી પરીક્ષામાં બુધવાર 9મી નવેમ્બર સુધી એક પણ કોપી કેસ નોંધાયો નથી. વધુમાં સ્નાતક કક્ષાના સેમિસ્ટર 1,3 અને 5ની પરીક્ષાઓ પણ 10મી નવેમ્બર એટલે કે આજથી શરૂ થઈ રહી છે. જે બે સેશનમાં યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...