ભાસ્કર વિશેષ:1962 એમ્બ્યુલન્સની ટીમે ઘોરા પાસે રખડતાં શ્વાનનું ઓપરેશન કરીને નવજીવન બક્ષ્યું

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પણસોરા પશુ દવાખાનાની ટીમને ઇમરજન્સી કોલ મળતાં ઘટના સ્થળે દોડી ગઇ

ઉમરેઠ તાલુકાના ઘોરા ગામે હાઇવે પર કોઇ વાહનની અડફેટે રખડતું કુતરૂં ઘાયલ થઇ જતાં તેના પગે ફેકચર થઇ ગયું હતું. જેથી ઉભું થઇ શકતું નથી. કોઇ ખેડૂતે પ્રાણીની મફત સારવાર કરતી 1962 એમ્બ્યુલન્સ મોબાઇલ વાનને ફોન કરતાં ટીમ દોડી આવી હતી. તાત્કાલિક કુતરાની સારવાર કરીને પગે ફેક્ચર હોવાથી પ્લાસ્ટર કરીને નવજીવ બક્ષ્યું હતું. સૌ કોઇએ 1962ની ટીમની આ સેવાને બિરદાવી હતી. સરકારે મુંગા પ્રાણીને મફત સારવાર મળી રહે તે માટે 108ની જેમ વિશેષ એમ્બ્યુલન્સ વાન સેવા શરૂ કરી છે.

ઉમરેઠ તાલુકાના ઘોરા ગામે પસાર થતાં નડિયાદ-ડાકોર રોડ પર બપોરના સમયે એક રખડતા કુંતરાને અજાણ્યા કોઇ વાહનચાલકે અડફેટમાં લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમ બંને પગે ગંભીર ઇજાઓ થતાં ઉભું પણ થઇ શકતું ન હતું. આ સમયે ખેતરમાં ઘરે પરત ફરી રહેલા સંજય પરમારે 1962 પર ફોન કરતાં પશુઓની સારવાર કરતી એમ્બ્યુલન્સ વાન ગણતરીની મિનિટોમાં પહોંચી ગઇ હતી.

વાનના ડો.સત્ય પાલ અને પાયલોટ વિક્રમભાઇ તાત્કાલિક કુતરાની સારવાર શરૂ કરી હતી. કુતરાને પગે ફેક્ચર હોવાનું માલુ પડ્યું હતું. જેથી તાત્કાલિક કુતરાના પગે પીઓપી મારીને પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરી સારવાર સ્થળ પર કરીને વધુ સારવાર માટે પશુ દવાખાનનમાં મોકલી આપ્યું હતું. સમયસર કુતરાને સારવાર મળી જતાં નવજીવન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...