આઇકોનિક વીક:2700 ખેડૂતોને લોન-ધિરાણના 196 કરોડના ચેક અર્પણ

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 37 બેન્કોઅે ભાગ લીધો

આણંદ ટાઉનહોલ ખાતે લીડ બેન્ક બેન્ક ઓફ બરોડના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 37 જેટલી બેન્કો દ્વારા ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ખેતી, MSME, હોમ લોન, કાર લોન, સ્ટાર્ટઅપ, કિસાન ક્રેડિટ કાર્ડ સહિત વિવિધ યોજનાના અંદાજે 2700 થી લાભાર્થીઓને રૂા.196 કરોડથી વધુ લોન-ધિરાણનાચ ચેક-સાધન એનાયત કરવાના યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી30 લાભાર્થીઓને સાંસદ મિતેષભાઇ પટેલ, જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી સહિત વિવિધ બેન્કોના ઉચ્ચાધિકારીઓના હસ્તે લોન-ધિરાણના ચેક અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સાંસદ મિતેષભાઇ પટેલ જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારત દેશ ડીજીટલ ઇન્ડિયા બની રહ્યું છે તેમ ડીજીટલ કરન્સી બને તેવા પ્રયાસો કરવા તેમજ જિલ્લાના નાગરિકોને હોમ લોન સરળતાથી મળી રહે તેવી સુચારૂં વ્યવસ્થા ગોઠવવી કે જેથી ફરિયાદને કોઇ અવકાશ ન રહે તેવું સૂચન કરી નાગરિકોને તેઓના પોતાનું ઘરનું સપનું સાકાર થાય તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સપનું સાકાર થાય તેવા તેવા પ્રયાસો કરવા પર ભાર મૂકયો હતો.

જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં ખેતી, MSMEની સાથોસાથ કિસાન ક્રેડિટ કાર્ડની જેમ પશુપાલન અને મત્સ્યપાલન સાથે સંકળાયેલ વ્યકિતઓને પણ ક્રેડિટ કાર્ડ હેઠળ હજુ પણ વધુને વધુ લાભાર્થીઓને આવરી લેવાની અપીલ કરી સમગ્ર ગુજરાતમાં આણંદ જિલ્લો અગ્રેસર રહે તેવા પ્રયાસો કરવા સુચવ્યું હતું.

પ્રારંભમાં આણંદ બેન્ક ઓફ બરોડના ચીફ મેનેજર, લીડ ડિસ્ટ્રીકટ મેનેજર પ્રદીપ ચૌહાણએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમની વિગતો આપી હતી જયારે અંતમાં આણંદ રિજિયનના રીજયોનલ હેડ અરવિંદ વિમલએ આભારવિધિ કરી હતી. 37 જેટલી વિવિધ બેન્કો દ્વારા ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત લોન-ધિરાણ આપવામાં આવી હતી તેમાં MSME સેકટરના 459 લાભાર્થીઓને રૂા. 54.08 કરોડ, ખેતીના 880 લાભાર્થીઓને રૂા. 29.835 કરોડ, રીટેલના 1353 લાભાર્થીઓને રૂા. 98.079 કરોડનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...