આણંદ -ખેડા જિલ્લામાં દોઢ વર્ષની અંદર રસીનો પ્રથમ ડોઝ 37.20 લાખ લોકોને અપાવામાં આવી છે. હાલમાં હાઇ બીપી,હદયરોગ, સહિતની બિમારી ધરાવતા આધેડને પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે. આણંદ જિલ્લામાં 1.02 લાખ અને ખેડા જિલ્લામાં 96.85 લાખ લોકને આપવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં વેક્સિનના બંને ડોઝ 17.53 લાખ લોકોને આપવામાં આવ્યો છે. જયારે ખેડા જિલ્લામાં બંને ડોઝ 16.90 લાખ લોકો લીધા છે.
જયારે ચરોતરમાં 12 થી 15 વર્ષના બાળકોમાં 2.60 રસી આપવામાં આવી છે. જયારે 15 થી 18 વર્ષના બાળકોમાં 2 .10 લાખ બાળકોને વેક્સિન આપવામાં આવી છે.હાલમાં બંને જિલ્લામાં 98 ટકા વેક્સિનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ ચરોતરમના 1010 ગામોમાંથી માત્ર 160 ગામોમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. હાલમાં બંને જિલ્લામાં 230 કેન્દ્રો પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. હાલમાં કેટલાંક વિસ્તારમાં નવા વાઇરસ દેખા દીધા છે.ત્યારે વધુ ને વધુ લોકો પ્રિકોશન ડોઝ લઇને સુરક્ષિત બંને તે માટે તંત્ર દ્વારા કાવયત હાથધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.