• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 194 Families Trapped Under House Arrest In Korona In Anand, Tantra Declares Containment Zones In Anand, Umreth And Khambhat

રાત્રી કર્ફ્યૂ જાહેર:193 દિવસ બાદ કોરોનાના કેસો વધતા આણંદ અને નડિયાદ શહેરમાં રાત્રે 10થી સવારના 6 સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ - રાત્રે 10.01 કલાક (અમૂલ ડેરી રોડ) - Divya Bhaskar
આણંદ - રાત્રે 10.01 કલાક (અમૂલ ડેરી રોડ)
  • આણંદમાં કોરોના કહેર વચ્ચે 194 પરિવાર ઘરમાં જ કેદ થયાં, તંત્રએ આણંદ, ઉમરેઠ અને ખંભાતમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા
  • તંત્ર દ્વારા ત્રણ દિવસમાં કોરોના સંક્રમિત વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

કોરોનાના કેસો આણંદ અને નડિયાદ શહેરમાં વધતા 8 મહાનગરોની સાથે આણંદ અને નડિયાદ શહેરમાં પણ રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. આ બન્ને શહેરોમાં તારીખ 8મીથી રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલી રહેશે.

આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, દિવસે ને દિવસે કેસમાં વધારો જોવા મળતા આણંદ, ઉમરેઠ અને ખંભાત તાલુકાના અમુક વિસ્તારને કન્ટેનમેન્ટ એરીયા તરીકે જાહેર કરાયા છે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે તેમજ સરકારની વખતો વખતની તમામ સુચનાઓની પાલન કરવાનું રહેશે.

નડિયાદ - રાત્રે 10.01 કલાક (મોટી શાકમાર્કેટ)
નડિયાદ - રાત્રે 10.01 કલાક (મોટી શાકમાર્કેટ)

કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લઇ તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે આણંદના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ મનોજ દક્ષિણીએ તેમને મળેલી સત્તાની રૂઇએ 194 મકાન કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

આ વિસ્તારને તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે 17મી, 18મી અને 19મી જાન્યુઆરી સુધી નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તા‍રમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે તેમજ સરકારની વખતોવખતની તમામ સુચનાઓની પાલન કરવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનારા વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયેલા મકાનો

મારૂતિ સનિલ, રાજોડપુરા (કુલ-4 મકાન)

ગંગદેવનગર, નાની ખોડિયાર, આણંદ (કુલ-4 મકાન)

શયોલા હાઇટ, લાંભવેલ રોડ, આણંદ (કુલ-5 મકાન)

યોગેશ્વર સોસાયટી, મંગળપરુા, આણંદ (કુલ-2 મકાન)

દેસાઇ કોમ્પકલેક્ષ સામે, ગોકુલવાડી સામે, આણંદ (કુલ-5 મકાન)

શાલીગ્રામ સપ્તલરીષિ સોસાયટી, સિવિલ કોર્ટ રોડ, આણંદ (કુલ- 2 મકાન)

અંબે જયોત ફલેટ, ચિખોદરા ઓવરબ્રીજ પાસે, રૂપાપુરા, વીટીસી, આણંદ (કુલ-4 મકાન)

કૃપાલુ, બળિયાદેવ મંદિર પાછળ, કરમસદ (કુલ-1 મકાન),

સાહેબ બંગ્લો‍, કરમસદ (કુલ-1 મકાન),

અર્થ હાઇટસ, કરમસદ (કુલ-1 મકાન)

ડૉકટર કવાર્ટર, શ્રી ક્રિશ્ના હોસ્પિટલ પાસે, કરમસદ (કુલ-1 મકાન),

પટેલ સોસાયટી, પ્રોફેસર સોસાયટી પાસે, કરમસદ (કુલ-1 મકાન),

શાશ્વત ફલોરેન્સ, કરમસદ (કુલ-1 મકાન)

તુલસી શ્યામ સોસાયટી, કરમસદ (કુલ-1 મકાન)

તુલસી વીલા બંગ્લોઝ, કરમસદ (કુલ-1 મકાન)

તીર્થ-2, બાકરોલ (કુલ-4 મકાન)

અવધૂત સોસાયટી, બાકરોલ (કુલ-4 મકાન)

લક્ષ રેજન્સીવ, સંકેત રોડ, બાકરોલ (કુલ-4 મકાન)

શ્યામુલા હાઇટસ, લાંભવેલ રોડ, બાકરોલ (કુલ-3 મકાન),

શુભમ બંગ્લોઝ, અર્પનનગર પાસે, બાકરોલ (કુલ-4 મકાન)

શાલીગ્રામ ગ્રીન, બાકરોલ (કુલ-4 મકાન)

તુલસીશ્યામ સોસાયટી, વિનુકાકા માર્ગ, બાકરોલ (કુલ-3 મકાન)

શ્યામુલા હાઇટસ, લાંભવેલ રોડ, બાકરોલ (કુલ-2મકાન)

પાર્થ ટાઉનશીપ, જોળ (કુલ-9 મકાન),

સરદાર ચોક, વઘાસી (કુલ-2 મકાન)

વ્યાસ ફળિયુ, થામણા (કુલ-6 મકાન),

પરબડી ફળિયું, જહાજ (કુલ-3 મકાન)

ક્રિશ્ના પાર્ક, ચાવડાપુરા, આણંદ (કુલ-1 મકાન)

પૂજન બંગ્લોઝ, વ્યા‍યામ શાળા, આણંદ (કુલ- 8 મકાન),

કેરા કૈન કેમ્પીસ, પ્રકાશ મોટર્સ પાછળ, આણંદ (કુલ-4 મકાન)

ગીતા પાર્ક સોસાયટી, ડૉ. કુરિયન રોડ, આણંદ (કુલ-1 મકાન)

મહર્ષિ એપાર્ટમેન્ટ, હીરો હોન્ડા શો રૂમ, રૂપાપુરા, આણંદ (કુલ-3 મકાન)

પૂજન બંગ્લોઝ, વ્યાયામ શાળા, આણંદ (કુલ-1 મકાન)

રાધા શરણમ ફલેટ, ભાઇકાકા સ્ટેચ્યુ પાસે, વિદ્યાનગર (કુલ-12 મકાન)

ઓમ શિવ ગર્લ્સ હોસ્ટેલ, ઇસ્કોન મંદિર પાછળ (કુલ-12 મકાન)

ઉમરેઠાની ખડકી, ત્રણોલ (કુલ-5 મકાન)

સાકાર, ડૉ. કુરિયન એન્કલેવ બંગ્લોઝ સામે, આણંદ (કુલ-1 મકાન),

એ/2, પી.એમ.હાઇટસ, વ્યાયામ શાળા, સરદાર ગંજ, આણંદ (કુલ-1 મકાન),

જલારામ કોલોની, સર્વોદય આઈસ્ક્રીમ સામે, આણંદ (કુલ-2 મકાન),

મધુરમ વ્યાયામ શાળા રોડ, આણંદ (કુલ-1 મકાન),

અસ્તિત્વ સોસાયટી, પ્રેરણા બંગલો સામે, ચાવડાપુરા, આણંદ (કુલ-1 મકાન),

અંકુર સોસાયટી, કલેકટર બંગ્લોઝ પાસે, મંગળપુરા, આણંદ (કુલ-1 મકાન),

જય જલારામ સોસાયટી, મંગળપુરા, આણંદ (કુલ-1 મકાન),

એ/3, આગમન સોસાયટી, એંજલ સ્કૂલ, આણંદ (કુલ-1 મકાન),

લાલજીની ખડકી, કરમસદ (કુલ-1 મકાન),

ડી/501, સહજાનંદ સ્ટેટસ, કરમસદ (કુલ-1 મકાન),

રૂપલ બંગ્લોઝ, કરમસદ (કુલ-1 મકાન),

એ/68 નીલકમલ સોસાયટી (કુલ-૧ મકાન),

બી/7, વૃંદાવન બંગ્લોઝ, કરમસદ (કુલ-1 મકાન),

104, રાધા જયોત, કરમસદ (કુલ-1 મકાન),

સી/106 સાર્વત લેન્ડમાર્ક, કરમસદ (કુલ-1 મકાન),

એસ-4, આરાધન ફલેટ કરમસદ (કુલ-1 મકાન),

બી/2, પુષ્પક સોસાયટી, કરમસદ (કુલ-1મકાન),

શક્તિ બંગ્લોઝ, કરમસદ (કુલ-૧ મકાન),

એ/302, વિશ્વેશ્વર ફલેટ, ગ્રીન એવન્યૂ સામે, કરમસદ (કુલ-1 મકાન),

2, તુલસીવીલા, કરમસદ (કુલ-1 મકાન),

જલારામ ફાર્મ, કરમસદ (કુલ-1 મકાન),

93, નંદન બાગ, સ્વલરાજ, કરમસદ (કુલ-1 મકાન)

46, કલ્યારણ સોસાયટી, કરમસદ (કુલ-1 મકાન),

174, રાધા ક્રિશ્ના બંગ્લોઝ, વિદ્યાનગર (કુલ-1 મકાન),

દીપ હર્ષ બંગ્લોઝ, સીતારામ કોમ્પ્લેક્સ સામે, વિદ્યાનગર (કુલ-૨ મકાન),

શ્રીરામકુંજ-1, નાના બજાર, વિદ્યાનગર (કુલ-1 મકાન),

મલાવ ભાગોળ, ઓડ (કુલ-8 મકાન),

નિજાનંદ ચોક, ઓડ (કુલ-6મકાન),

પી.ટી. નિવાસી, કુંજરાવ (કુલ-1 મકાન),

લાલાજીની ખડકી, અડાસ (કુલ-4 મકાન),

પેટ્રોલ પંપ પાછળ, ચિખોદરા (કુલ-4 મકાન),

અંબિકા સોસાયટી, વલાસણ (કુલ-1 મકાન)

સ્વામિનારાયણ મંદિર પાસે, વલાસણ (કુલ-1 મકાન),

વોટર ટેન્ક પાસે, સંદેસર (કુલ-1 મકાન)

સ્વામિનારાયણ મંદિર પાસે, બાંધણી (કુલ-7 મકાન)

નવાપુરા, સુણાવ (કુલ-5 મકાન)

વિદ્યાનગરમાં લાગુ કરાશે કે કેમ તેની રજૂઆત સરકારમાં કરાઈ તેમજ પ્રભારી આવતા હોય તેમને પણ જાણ કરવામાં આવશે
હાલમાં સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અંતર્ગત આણંદ શહેરમાં જ કર્ફ્યુ લાગુ કરવાનું છે. પરંતુ ભૌગોલિક દૃષ્ટિએ આણંદ શહેર અને વિદ્યાનગર નજીક-નજીક હોય થોડું મૂંઝવણ છે. જેને લઈને વિદ્યાનગરમાં કર્ફ્યુને લાગુ કરવું કે નહીં તે બાબતને લઈને સરકારમાં રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત, આવતીકાલે પ્રભારી આવી રહ્યા હોય તેમને પણ રજૂઆત કરાશે. જોકે, શનિવાર રાત્રિથી કર્ફ્યુનું પાલન કડકાઈપૂર્વક કરવામાં આવશે. > અજીત રાજ્યાન, જિલ્લા પોલીસ વડા, આણંદ

હાલમાં આણંદ પૂરતું છે, પછી સ્થાનિક લેવલે નિર્ણય લેવાશે
હાલમાં આણંદ શહેર પૂરતું નોટિફિકેશન છે. પરંતુ તેનો પરિપત્ર આવ્યા બાદ સ્થાનિક લેવલે નક્કી કરીશું કે વિદ્યાનગર, કરમસદમાં પણ પરિપત્ર લાગુ કરવો કે નહીં. એ પછી આ બાબતે નિર્ણય લેવાશે. > મનોજ દક્ષિણી, જિલ્લા કલેક્ટર, આણંદ.

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં જાહેરનામુ
નડિયાદ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા વિસ્તારમાં જાહેરનામાનું પાલન કરાવાશે. નગરપાલિકાના વિસ્તારમાં આવેલા નડિયાદ ટાઉન પોલીસ મથક અને નડિયાદ પશ્ચિમ પોલીસ મથકને આવરી લઈ જાહેરનામાની અમલવારી થશે. આ વિસ્તારમાં સરકાર દ્વારા લાગુ કરવા માટેના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસ પ્રશાસન સજ્જ રહેશે. નાગરીકોને પણ જાહેરનામાનું પાલન કરાવાશે. > અર્પિતા પટેલ, ઈન્ચાર્જ એસ.પી.

અન્ય સમાચારો પણ છે...