ગ્રામપંચાયતની ચૂંટણીનો ધમધમાટ:આણંદમાં 192 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, ઉત્સુક દાવેદારોએ નવરાત્રિથી જ ખાટલા પરિષદ શરૂ કરી હતી

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 નવેમ્બરે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ, 19 ડિસેમ્બરે મતદાન, 21મી એ મતગણતરી

રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના સ્નેહમિલન કાર્યક્રમો અને આત્મનિર્ભર ગ્રામયાત્રાની પુર્ણાહુતી બાદ જ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર થશે ની રાજકીય સમીક્ષકોએ ગણતરી માંડી જ હતી. નવી સરકાર નવા જોમ જુસ્સા સાથે કામ કરી રહી હોવાનું કાર્યકરો અને નાગરિકોમાં પ્રતિપાદિત કરવામાં ગુજરાતની ભૂપેન્દ્ર સરકાર અંશતઃ સફળ જણાઈ રહી છે. ત્યારે આણંદ ભાજપ દ્વારા સમરસ પંચાયત માટે વિશિષ્ટ વ્યૂહ અપનાવાઈ રહ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આગામી સમયે મળનારી ભાજપ જિલ્લા કારોબારીમાં પણ આ મુદ્દો મુખ્ય રહેવાનો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં આગામી ડિસેમ્બરમાં 192 ગ્રામ પંચાયતોની ટર્મ પુરી થતા સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસના ગ્રામ્ય કક્ષાના આગેવાન કાર્યકરો પોતાના રાજકીય આકાઓના ડેરે પહોંચી રહ્યા છે. આગામી ચૂંટણીમાં પોતાની દાવેદારીને નેતાઓનું સમર્થન અને મદદ મળે એટલે શક્ય તમામ પ્રયત્નો અને ભલામણો દાવેદારો દ્વારા કરાઈ રહીના અહેવાલો છે. જોકે, ભાજપે આત્મનિર્ભર ગ્રામ યાત્રાઓ કરી સરકારના કામકાજ અને યોજનાઓના લાભનો ગામે ગામ પ્રચાર કરી લીધો તો બીજી તરફ સ્નેહમિલન કાર્યક્રમો થકી શહેર તથા ગ્રામ્ય કાર્યકરોને પણ ચૂંટણી કાર્ય માટે તૈયાર કરી દીધા છે.

મહત્વનું છે કે આણંદ જિલ્લામાં ગ્રામ રાજકરણ ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ છે. કોંગ્રેસે પણ સભ્ય નોંધણી અને કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોને મળી પોતાની વોટબેંક જાળવવા અને કોરોના, મોંઘવારી, ગ્રામ્ય બેરોજગારી સહિતના મુદ્દા ઉઠાવી ભાજપને જનસમુહમાં ખુલ્લો પાડવા તમામ પ્રયત્નો કર્યા છે. જોકે, બન્ને મુખ્ય પક્ષો માટે 2022ની વિધાનસભા પહેલા આવેલી ગ્રામપંચાયત ચૂંટણી સેમી ફાઇનલ સમાન હોઈ બન્ને પક્ષના કાર્યકરો,આગેવાનો અને નેતાઓ જોરશોરથી ગ્રામ્ય રાજકારણમાં અને સરપંચના સમીકરણોના ચોકઠાં ગોઠવવા સક્રિય થઈ ગયા છે.

કયા તાલુકાના કેટલા ગામોમાં ચૂંટણી

તાલુકો કુલ ગામ ચૂંટણી

આણંદ 44 26

ઉમરેઠ 39 27

બોરસદ 65 42

આંકલાવ 32 13

પેટલાદ 56 23

સોજિત્રા 21 05

ખંભાત 56 36

તારાપુર 39 20

કુલ 352 192

અન્ય સમાચારો પણ છે...