રસીકરણ:વેક્સિનના બંને ડોઝ 18.94 લાખે જ્યારે પ્રિકોશન ડોઝ 5.56 લાખ લોકોએ લીધો

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં 77 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ ન લીધો
  • આરોગ્ય વિભાગ 30મી સુધી ફ્રીમાં​​​​​​​ પ્રિકોશન ડોઝ મૂકશે

આણંદ જિલ્લામાં હાલમાં કોરોના સંક્રમણ મંદ પડયું છે. આગામી શિયાળામાં કોરોના સંક્રમણ પુનઃ ઉથલો મારે તે હેતુથી જિલ્લાના તમામ લોકો રસીના ત્રણ ડોઝ લઇને સુરક્ષિત બંને તે માટે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથધરવામાં આવી છે. જે અંતર્ગત હાલમાં તમામ સરકારી દવાખાના અને પીએચસી કેન્દ્ર પર રસીકરણ ચાલી રહ્યું છે. જેમાં પ્રિકોશન ડોઝ મફત મુકવામાં આવી રહ્યાં છે. તેમ છતાં હાલમાં જિલ્લામાંથી માત્ર 33 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. જયારે 77 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધો નથી.તેવા લોકોને આગામી 30મી સપ્ટેમ્બર સુધી મફત મુકવામાં આવશે. ત્યારબાદ નાંણા ખર્ચીને પ્રિકોસન ડોઝ લેવો પડશે.જેથી તમામ લોકોને પ્રિકોશન ડોઝ લઇ લેવા માટે આણંદ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

જ્યારે જિલ્લામાં અઢી વર્ષમાં 18,90,000 લોકોને વેક્સિન આપવાના લક્ષ્યાંક સામે 99 ટકા વેક્સિનની કામગીરી પૂર્ણ થઇ છે. તેમાંય બીજો ડોઝની કામગીરી 110 ટકા સુધી પહોંચી ગઇ છે. ત્યારે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ પીએચસી કેન્દ્ર પર પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી ચાલુ છે. જિલ્લામાં 70 વધુ કેન્દ્ર પર દરરોજ વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લામાં 23.50 લાખ ઉપરાંતની વસ્તીમાંથી વેક્સિન મુકવા લાયક 18.90 લાખનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો.દોઢ વર્ષથી વેક્સિનની કામગીરી ચાલે છે.

જેમાં 10મી સપ્ટેમ્બર સુધીમાં સુધીમાં 99 ટકા એટલે 18.95 લાખ લોકોને વેક્સિન બંને ડોઝ આપવામાં આવ્યા હતાં. જયારે પ્રિકોશન ડોઝ 5.56 લાખ લોકોને આપવામાં આવ્યા હતા. તેની સામે 10મી સપ્ટેમ્બર સુધીમાં આણંદ જિલ્લામાં વેક્સિનનો પ્રથમ ડોઝ 18,94 લોકોને અને બીજો ડોઝ 19,41,692 લોકોને મુકવામાં આવ્યો છે. આમ બંને ડોઝની કામગીરી 100 ટકાથી વધુ થઇ ચુકી છે.

જિલ્લામાં સૌથી વધુ 34.65 લાખ લોકોને કોવિશીલ્ડ વેક્સિન અાપવામાં આવી
આણંદ જિલ્લામાં અત્યાલ સુધીમાં વેક્સિનના બંને ડોઝ અને પ્રિકોસનડોઝ મળીને કુલ 40.52 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ 34.65 લાખ લોકોને કોવિશીલ્ડ અપાઇ છે. જ્યારે 7.70 લાખ લોકોને કોવેક્સિન સહિતઅન્ય વેક્સિન આપવામાં આવી છે. જ્યારે 19.98 લાખ પુરૂષ અને 18.39 લાખ સ્ત્રીઓને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...