બોરસદના રૂંદેલ ગામે રહેતા આધેડને તેના એનઆરઆઈ કાકાનું બેંક એકાઉન્ટ બોરસદથી આણંદ ટ્રાન્સફર કરાવવાનું હોય તેણે ઓનલાઈન ટોલ ફ્રી નંબર મેળવી સંપર્ક કર્યો હતો. જેમાં ગઠિયાએ તેમના મોબાઈલમાં એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના ખાતામાંથી બારોબાર 1.88 લાખ પડાવી લીધા હતા.
બોરસદ તાલુકાના રૂંદેલ ગામે ટાવર પાસે 51 વર્ષીય નીરજકુમાર સુરેશભાઈ પટેલ રહે છે. તેમના કાકા જે વિદેશમાં સ્થાયી થયા છે, ગત ડિસેમ્બરમાં તેઓ ભારત આવ્યા હતા. જ્યાં તેમનું એકાઉન્ટ બેન્ક ઓફ બરોડાનું એકાઉન્ટ બોરસદમાં હોય તેને આણંદ ખાતે ટ્રાન્સફર કરાવવાનું હોય તેમણે બેન્કમાં વાત કરી હતી. દરમિયાન, બીજી તરફ ઓનલાઈન તેમણે સર્ચ કરીને બેન્ક ઓફ બરોડાનો કસ્ટમર કેર નંબર મેળવ્યો હતો. જ્યાં કોઈ અજાણ્યા શખસે હિન્દી ભાષામાં તેમની સાથે વાતચીત કરી એકાઉન્ટ ટ્રાન્સફર કરાવવા માટે રૂપિયા પાંચ ફી થશે તેમ કહ્યું હતું.
બીજી તરફ આ પેટે તેઓ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું જણાવ્યું હતું. જોકે, નીરજભાઈએ તેઓ આવી કોઈ એપ્લિકેશન વાપરતા ન હોવાનું કહેતાં જ ગઠિયાએ તેમના મોબાઈલમાં સૂચનાઓ આપી એની ડેસ્ક ડાઉનલોડ કરાવી હતી. જોકે, એ સમયે તેમના ઘરનો ડોરબેલ વાગ્યો હતો. બીજી તરફ ગઠિયાએ એની ડેસ્ક એપ્લિકેશન મારફતે તેમના મોબાઈલ સર્ચ કરી ઓટીપી નંબર સહિત તમામ વિગતો મેળવી લઈને તેમની જાણ બહાર તેમના ખાતામાંથી બારોબાર બેથી ત્રણ ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા 1.88 લાખ ઉપાડી લીધા હતા.
કુરિયરની પૂછપરછ કરવા જતાં 57 હજાર પડાવ્યાં
નડિયાદ સિવિલ રોડ પર આવેલ પરમહંસ સોસાયટીમાં રહેતા રવિ શાસ્ત્રી ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તા.18 ફેબ્રુઆરીના રોજ સુરતમાં રહેતી રવિની ફિયાન્સે બ્લુ ડાર્ટ કુરિયર માં બે પેન ડ્રાઈવ મોકલ્યા હતા. પરંતુ કવર પાછળનો ભાગ ફાટી ગયો હતો અને તેમાંથી પેનડ્રાઇવ મળી આવ્યા ન હતા. તેથી રવિએ કુરિયરની વેબસાઇટ પર ફરિયાદ કરી હતી. તેના બીજા દિવસે કુરિયર કંપનીની હેડ ઓફિસ થી નીતિનભાઈ બોલુ છુ કહી રવિ સાથે પેનડ્રાઇવ ખોવાયા અંગેની વાત કરી હતી. બીજા દિવસે તા.22 ફેબ્રુઆરીના રોજ સાંજના રવિના એકાઉન્ટમાંથી રૂ 57,999 કપાઇ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.