તંત્રની તૈયારી:મતદાન મથકો પર સ્ટાફ- EVM મોકલવા માટે 185 બસ દોડાવાશે

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદની 7 બેઠક પર 5 ડિસેમ્બર થનાર મતદાન માટે તંત્રની તૈયારી

આણંદ શહેર સહીત જીલ્લામાં આગામી 5મી ડિસેમ્બરે ચુંટણી યોજાનાર છે.ત્યારે ચુંટણીમાં રોકાયેલા સ્ટાફ , કર્મચારી અને ઇવીએમ મશીનને લાવવા અને લઇ જવા માટે એસટી બસો દોડાવવામાં આવે છે. જેના ભાગરૂપે ચુંટણી વિભાગને માંગ મુજબ સાત વિધાનસભા વિસ્તારમાં મોટીબસ કુલ 155 અને મીની 30 બસો સહીત કુલ 185 જેટલી બસોની તંત્ર દ્રારા ફાળવણી કરવામાં આવશે.આમ ચુંટણી વિભાગે મતદાન લક્ષી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

ચુંટણી વિભાગે ચુંટણી લક્ષી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.જેના એક્શનપ્લાન મુજબ મતદાન દિવસે ચુંટણીમાં રોકાયેલા સ્ટાફ , કર્મચારી અને ઇવીએમ મશીનોને લાવવા લઇ જવા માટે એસટી બસો દોડાવવામાં આવે છે. આ સમયે એસટી બસો બગડે નહીં તેનું ખાસ ધ્યાને રાખવા પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.

ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં માટે કુલ 24 મોટી બસ, બોરસદ કુલ 21 મોટી બસ, આંકલાવ કુલ 21 ઉમરેઠ કુલ 29, આણંદ કુલ 14 મોટી અને 30 નાની પેટલાદ કુલ 22 મોટી બસ અને સોજીત્રા કુલ 24 મોટી સહિત કુલ 185 બસો દોડાવવામાં આવશે. જેમાં સૌથી વધુ ઉમરેઠમાં વિધાનસભામાં એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે. ચુંટણી વિભાગે અત્યારથી ઇવીએમ વીવીપેટ સહિત સ્ટાફને પહોંચાડવા માટે એસટી બસ સહિત અન્ય અધિકારીઓ માટે સ્પેશિયલ વાહનો ફાળવાશે.

અન્ય સમાચારો પણ છે...