આણંદ જિલ્લામાં કોરોના કાળ બે વર્ષ દરમિયાન 44038 દસ્તાવેજ થકી 1.85 અબજની આવક થઇ હતી. જો કે વર્ષ 2020-21 કરતાં ચાલુવર્ષે 2021-22માં 8678 દસ્તાવેજ ઓછો થયા છે. આમ કોરોના કાળનો મારો રીયલ એસ્ટેટ પર હજુ પણ જોવા મળી રહ્યો છે.
આણંદ જિલ્લામાં રિયલ એસ્ટેટના ધંધામાં બિલ્ડરો અને કોન્ટ્રાકટર સહિત 200 વધુ લોકો જોડાયેલા છે. જેના થકી5 લાખ ઉપરાંત લોકોને રોજગારી મળી રહે છે.આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષ મિલકત વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 8678 જેટલા દસ્તાવેજ ઓછા થયા છે. તે દર્શાવે છે. કે હજુ પણ રીયેલ એસ્ટેટના ધંધામાં મંદીનો દોર ચાલી રહ્યો છે.
સતત વધી રહેલા રોય મટીરીયલના ભાવના કારણે રીયલ એસ્ટેટના ધંધાને ફટકો પડી રહ્યો છે. જયારે આણંદ શહેર સહિત જિલ્લામાં કેટલીક સાઇટોના કામ અટકી પડેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે કોરોના કાળ દરમિયાન 2020-21માં 26358 દસ્તાવેજ થકી 99.77 કરોડની આવક થઇ હતી.જયારે ચાલુવર્ષે 17680 દસ્તાવેજ થકી 85.30 કરોડની આવક થઇ છે.
છેલ્લા છ માસમાં નોંધાયેલા દસ્તાવેજ
માસ | દસ્તાવેજની સંખ્યા | આવક |
ઓકટોબર | 1931 | 104706292 |
નવેમ્બર | 1152 | 50373266 |
ડીસેમ્બર | 1515 | 64427698 |
જાન્યુઆરી | 1372 | 62090137 |
ફેબ્રુઆરી | 1760 | 80374604 |
માર્ચ | 2377 | 126831025 |
કુલ | 10107 | 388803022 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.