કાર્યવાહી:બોરસદ ચોકડી પાસે ગોડાઉનમાંથી 18.33 લાખના દારૂ સાથે એકઝબ્બે

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દરોડો પાડતાં જ અંધારાનો લાભ લઈ 7 ઈસમ ફરાર

આણંદના બોરસદ ચોકડી પાસે આવેલા જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાંથી એલસીબીની ટીમે બાતમીના આધારે રેડ પાડી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જોકે, પોલીસને જોતાંવેંત જ નાસભાગ મચી જતાં અન્ય 7 આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

આણંદની બોરસદ ચોકડી નજીક જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ગ્લાસ કંપની પાસે આવેલા ગોડાઉનમાં ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી એલસીબી ટીમને મળી હતી. જેને પગલે પોલીસે સ્થળ પર રેડ પડતાં નાસભાગ મચી ગઈ હતી. તે સમયે પોલીસે એક ઇસમને ઝડપી પડ્યો હતો જ્યારે અન્ય 7 ઇસમો પોલીસે ચકમો આપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

પકડેલા ઇસમનું નામ ઠામ પૂછતાં અશોક કૃષ્ણરામ બિશનોઈ (રહે. ઝાલોર ,રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જ્યારે વધુ પૂછપરછ કરતાં અન્ય સાત નાસી છૂટેલા આરોપીઓ ઓમપ્રકાશ બિશનોઈ (રહે. બાડમેર, રાજસ્થાન), રાજેન્દ્ર રાજપુરોહિત (રહે. બિકાનેર, રાજસ્થાન), સુનિલ બિશનોઈ, રમેશ બિશનોઈ, માંગીલાલ બિશનોઈ (તમામ રહે. વડોદરા) અને તારાપુરનો વેપારી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે 383 નંગ પેટી અને 8160 બોટલ સાથે કુલ રૂપિયા 18.33 લાખનો દારૂ તેમજ ટ્રક અને અન્ય રોકડ સહિત કુલ રૂપિયા 42.95 લાખનો મુદૃામાલ કબજે કર્યો હતો અને અશોક બિશનોઈની ધરપકડ કરી વિદેશી દારૂ કોણે મંગાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...