પોલીસના ઘરમાં ચોરી:આણંદમાં રહેતા નડિયાદના પીએસઆઈના બંધ મકાનમાંથી 1.83 લાખના દાગીના ચોરાયાં

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન્જિનિયર પત્ની પિયર ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટક્યાં

આણંદના જીટોડીયા માં રહેતા અને નડિયાદમાં ફરજ બજાવતાં વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.1.83 લાખના દાગીના ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદમાં વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં અશોક તખતસિંહ સિંધાના પત્ની મીતાલીબહેન અમદાવાદમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં છે. પીએસઆઈ અશોક સિંધાએ આણંદના જીટોડીયા ખાતે શરણમ બંગ્લોઝમાં મકાન રાખ્યું હતું. 2જી જાન્યુઆરી, 2022ના રોજ મીતાલીબહેન ધુવારણ તેમના પિયરમાં ગયાં હતાં. જ્યારે પીએસઆઈ અશોક સિંધા 3જી જાન્યુઆરી,2022ના રોજ વ્હેલી સવારના ત્રણેક વાગ્યે લોક મારી નડિયાદ ફરજ પર પહોંચ્યાં હતાં. જ્યાંથી તેમના વતન ખડોધી મુકામે જતાં રહ્યાં હતાં.

પીએસઆઈ અશોકભાઈ અને પત્ની મિતાલીબહેન 5મી સવારે ઘરે આવ્યા ત્યારે ઘરના દરવાજાનું લોક ખોલી અંદર જતાં દૃશ્ય જોઇ ચોંકી ગયાં હતાં. પ્રથમ રૂમમાં સરસામાન વેર વિખેર પડેલો હતો, અન્ય રૂમોમાં પણ તપાસ કરતાં તિજોરીઓ ખુલ્લી હતી અને સામાન પણ વેરવિખેર પડ્યો હતો. ઘરની પાછળના દરવાજાનો નકુચો તોડી અંદરથી દરદાગીના તથા રોકડ મળી કુલ રૂ.1.83 લાખની મત્તા ચોરી થયાનું જણાયું હતું.

આથી, અજાણ્યા શખસો 3જી જાન્યુઆરી, 22થી 5મી જાન્યુઆરી,22 દરમિયાન કોઇ ચોર ઇસમ ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...