તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:આંકલાવના લાલપુરા ગામે રૂપિયા 1.82 લાખના રોકડ અને દાગીનાની ચોરી કરી તસ્કરો થયા ફરાર

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મકાનના પાછળના દરવાજાનો નકૂચો તોડી તસ્કરોએ કરી ચોરી
  • ઘરમાં અવાજ થતાં ઘરમાલિક જાગી ગયા,પરંતુ તે પહેલા તસ્કરો તિજોરી ખાલી કરી ભાગી ગયા

આણંદમાં તસ્કરોના તરખાટે પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. તસ્કરો અલગ-અલગ વિસ્તારને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે પોલીસની રાત્રી પેટ્રોલીગની પોલ પણ ખોલી રહ્યા છે. આંકલાવના પીપળીવાળા રોડ પર આવેલા લાલપુરા ગામે ખેડૂતના ઘરના પાછળના ભાગનો બંધ દરવાજાનો નકૂચો તોડી અંદર ઘુસેલા તસ્કરોએ રોકડ અને દાગીના મળી કુલ રૂપિયા 1.82 લાખની માલમત્તા ચોરી કરી ભાગી ગયા હતા. આ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રી બે વાગ્યાની આસપાસ બની ઘટના

આંકલાવના પીપળીવાળા રોડ પર આવેલા લાલપુરા ગામે રહેતા અને ખેતીકામ કરતાં ડાહ્યાભાઈ મગનભાઈ પટેલના પરિવારમાં તેમના પુત્રવધુ છે. જ્યારે પૌત્ર વિદેશ સ્થાયી થયા છે. તેઓ 1લી સપ્ટેમ્બરના રોજ રાતે ઘરમાં સુતા હતા. તે દરમિયાન રાત્રે બે વાગ્યાના સુમારે અવાજ થયો હતો. આ દરમ્યાન કંઈક અજુગતી શંકા જતા તેઓ જાગી ગયા હતા અને ચેક કરતા ઘરમાં બે શખસ ફરતા હતા. ત્યારે આ શખસો કોણ છે ? તે જોવા લાઇટ કરતા તે ચોંકી ગયા હતા. જોકે, તે કઈ સમજે તે પહેલાં જ તસ્કરો ભાગી ગયા હતા.

અંધારાનો લાભ લઇ તસ્કરો છુમંતર

ડાહ્યાભાઈએ શંકા જતા ઘરમાં તપાસ કરતા રૂમની તિજોરી પણ તુટેલી જોવા મળી હતી. તસ્કરો હોવાનો ખ્યાલ આવતા જ તેમણે બુમાબુમ કરી હતી. જેના પગલે આસપાસનો લોકો દોડી આવ્યાં હતા. પરંતુ તે પહેલા અંધારાનો લાભ લઇ તસ્કરો છુમંતર થઈ ગયા હતા. ઘરમાં તપાસ કરતાં તસ્કરો રોકડ, દાગીના, મોબાઇલ મળી કુલ રૂપિયા 1.82 લાખની મત્તા ચોરી ગયા હતા.

પોલીસે તપાસ શરૂ કરી

મહત્વનું છે કે, આ તસ્કરો ઘરના પાછળના બંધ દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘુસ્યાં હતા. આ અંગે ડાહ્યાભાઈની ફરિયાદ આધારે આંકલાવ પોલીસે ગુનો નોંધી ડોગસ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટની મદદથી તસ્કરનું પગેરૂ દબાવવા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...