સરદાર પટેલ યુનિવર્સિટી સલગ્ન કોલેજોની સેમિસ્ટર 1ની મોકૂફ રખાયેલી પરીક્ષા 10મી ડિસેમ્બરથી શરૂ થઈ હતી. જેમાં 43 સેન્ટરો ફાળવામાં આવ્યા છે. જેમાં પહેલા સેમિસ્ટરના 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ દરરોજ પરીક્ષા આપી રહ્યા છે.
સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન અંડર ગ્રેજ્યુએટ કોર્ષ જેવા કે બી.એ., બી.કોમ., બીબીએ, બીસીએ, બીએસડબલ્યુ, બીએસસી જેવા અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જેની સેમિસ્ટર 1ની પરીક્ષા નવેમ્બરમાં યોજવાની હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં તેને થોડા સમય માટે મોકૂફ કરાઇ હતી.
જે ગત શનિવાર 10મી ડિસેમ્બરથી શરૂ થઈ હતી. નોંધનીય છે કે પહેલા વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ તેમની હાજરી પરથી જોઈ શકાય છે. 43 સેન્ટરો પર પરીક્ષા શરૂ થઈ ત્યારથી દરરોજ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહે છે, અને એક પણ કોપી કેસ નોંધાયો નથી. ઉલ્લેખનિય છે કે સીએ અને સીએસના વિદ્યાર્થીઓને 20મી ડિસેમ્બરે એક વધુ રજા આપવામાં આવી છે. બીબીએ અને બીકોમની પરીક્ષા 21મી નવેમ્બરે પૂર્ણ થશે જ્યારે કોર્ષની પરીક્ષા 21મી ડિસેમ્બરે પૂર્ણ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.