ઉમરેઠ તાલુકાના શીલી ગામના નવાપુરા વિસ્તારમાં ઉમરેઠ પોલીસે રૂા. 2200ની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 7 ફિરકા સાથે એક શખ્સને અને આણંદ તાલુકાના અડાસ ગામના ગોહેલનગર વિસ્તારમાંથી વાસદ પોલીસે એક શખ્સને પ્રતિબંધિત ૰૰11 ચાઈનીઝ ફિરકી સાથે ઝડપી પાડી ધરપકડ કરી છે.
હાલમાં ઉતરાયણનો તહેવાર નજીકમાં આવતો હોઈ આણંદ જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ અને હેરાફેરી અંગે ખંભોળજ પોલીસ મથકના માણસો પેટ્રોલિંગમાં હતા. ત્યારે ઉમરેઠ તાલુકાના શીલી ગામે જીતપુરા રોડ જવાના નવાપુરા વિસ્તારમાં દિલીપસિંહ પ્રતાપસિંહ પરમાર (રહે. નવાપુરા)ને રૂા. 2200ની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ગરગડી સાથે ઝડપી પાડ્યો હતો. બીજા બનાવવામાં વાસદ પોલીસ મથકના માણસોએ પેટ્રોલિંગ દરમ્યાન આણંદ તાલુકાના અડાસ ગામના ગોહેલનગર વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા વેચવા માટે અશ્વિનસિંહ રંગીતસિંહ વાઘેલા (રહે. ભેટાસી ) ફરી રહ્યો હતો. જેથી પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડી જાહેરનામાંના ભંગ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.