ખેડૂતો આનંદો:ચરોતરના ડાંગર પકવતાં 1.70 લાખ ખેડૂતોને ફાયદો, બે વર્ષ બાદ લઘુતમ ટેકાના ભાવમાં સરકારે 5થી 20 ટકાનો વધારો કર્યો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જગતનો તાત કાળજાળ ગરમીમાં સેકાઈને હવે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યો છે. ચોમાસાની શરૂઆત પૂર્વે જ ખેડૂતો માટે એક મહત્વના ખુશીના સમાચાર આવ્યાં છે. સરકારે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે. વર્ષ 2022-23 માટે ખરીફ પાકો લઘુતમ ટેકાનો ભાવમાં 5 થી 20 ટકાનો વધારો કરાયો છે. જેમાં ડાંગરના ટેકાભાવમાં 5 ટકાનો વધારો કરાતાં લઘુતમ ટેકાન ભાવ 100નો વધારો થયો છે.જેથી ચરોતરમાં ડાંગર પકવતાં 1.70 લાખ ખેડૂતોને ફાયદો થશે.

આણંદ-ખેડા જિલ્લામાં તમાકુ બાદ મુખ્ય પાક તરીકે ડાંગરની રોપણી વધુ થાય છે. ચોમાસુ ડાંગરનું વાવેતર 1.22 લાખ હેકટરમાં થાય છે. મોટાપ્રમાણ ડાંગરનું ઉત્પાદન થાય છે. જેમાં ગુજરાત 17 સહિત અન્ય ચોખાનું ઉત્પાદન થાય છે. છેલ્લા કેટલાંક સમયથી ખાતર, પાણી અને ડિઝલના ભાવ વધી ગયા હતા. ત્યારે ખેડૂતોને વળતર સામાન્ય મળતું હતું. ત્યારે મોદી સરકાર ખેડૂતોની આવક બમણી થાય તે માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. બુધવારે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં લઘુત્તમ ટેકાના ભાવ વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.જેમાં જુદા જુદા 17 ખરીફ પાકોમાં 5 થી 20 ટકાનો વધારો કરાયો છે.

જેમાં તલ,મગફળી,તુવેર સહિતના પાકમાં 20 ટકાનો વધારો કરાયો છે. જયારે ડાંગર, મકાઇ સહિતના પાકમાં 5 થી 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો ફાયદો ખેડૂતોને થશે.આણંદ જિલ્લામાં દરવર્ષે ચોમાસુ ડાંગરનું વાવેતર 60 હજાર હેકટરમાં અને ખેડા જિલ્લામાં 62 હજાર ઉપરાંત હેકટરમાં થાય છે. તેમજ બાજરી, કઠોડનું વાવેતર થાય છે. ત્યારે આગામી સિઝનથી ખેડૂતોને મણે 20 થી ફાયદો થશે. ગતવર્ષે કિવન્ટલના ભાવ 1950 હતા જે હવે 2100ની આસપાસ રહેશે.

ડાંગરના બજાર ભાવ ટેકાના ભાવના આધારે નક્કી થાય છે
રાજય સરકાર દ્વારા દર વર્ષે ડાંગરના ટેકાભાવ જાહેર કરવામાં આવે છે. જેમાં ઉત્તમ ડાંગર ખરીદી થાય છે. લઘુતમ ટેકાના ભાવ મણનો ભાવ 350ની આસપાસ પડે તો બજારમાં 300 થી 320 રૂપિયા મળે છે. સરકારે લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.જેથી તેનો ફાયદો ખેડૂતોને મળશે. - કનુભાઇ પટેલ,ખેડૂત, સામરખા

અન્ય સમાચારો પણ છે...