તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:આણંદમાં કોરોનાના 17 પોઝિટીવ કેસ 18 દર્દીઓએ કોરોનાને મહાત આપી

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના બીજી લહેર દિવસે ને દિવસે ગંભીર બનતી જઇ રહી છે. ત્યારે રવિવારે આણંદ જિલ્લામાં વધુ 17 નવા કેસ મળી આવતાં જિલ્લાનું કોરોના મીટર 3017 પર પહોચી જવા પામ્યું છે. આમ રવિવારે સૌથી વધુ 6 પોઝિટીવ દર્દીઆે આણંદ શહેરમાં મળી આવ્યાં છે.આમ જિલ્લામાં હાલ 108 દર્દીઆે જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલી યાદી અનુસાર રવિવારે આણંદ, કરમસદ, વાસદ, બોરસદ, ભાદરણ સહિત જિલ્લામાં 17 નવા કેસ મળી આવ્યાં હતાં.તમામને જિલ્લાની જુદી જુદી કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર અર્ખે ખસેડાયા છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો કુલ આંક 108 પર પહોંચી ગયો છે. જિલ્લામાં હાલ 95 દર્દીઆે જુદી-જુદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે.જેમાં 2 દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. જ્યારે 13 દર્દીઆે હોમઆઇસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. રવિવારે વધુ 264 દર્દીઆેના સેમ્પલ લઇને તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.જ્યારે રવિવારે વધુ 18 દર્દીઆેઅે કોરોનાને મહાત અાપતાં કુલ આંક 2892 પર પહોંચ્યો છે.

વલાસણ ગામે 150 લોકોઅે વેક્સીન લીધી
કરમસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર સુધીર પંચાલ તેમજ તેમની ટીમ અને વલાસણ મેલડી માતા મંદીરના ટ્રીસ્ટીઓના સયુકત ઉપક્રમે વેકસીનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતું, જેમાં60 વર્ષથી વધુ તેમજ 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા અન્ય બીમારી વાળા લોકોને વેકસિન મુકાવી હતી સવારના બે કલાક દરમ્યાના 60 જેટલા લોકોએ વેકશિન મુકાવી અને મેડીકલ ઓફીસર સુધીર પંચાલ દ્વારા આશા વ્યકત કરવામા આવી છે કે સાંજ સુધીમાં 150 વધુ લોકો વેકસિન મુકાવી હતી. હાલ આરોગ્ય કર્મીઓ સાથે ધાર્મિક સંસ્થાઓ પણ જનતાને વેકશીન મુકાવવા આહાવાન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો