કોરોના:આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 17 કેસ નોંધાયા : 7ને રજા અપાઈ

આણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

આણંદ જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 17 કેસ નોંધાયા હતા. ઓગસ્ટના ત્રણ દિવસમાં મળી કુલ 34 કેસ નોંધાયા હતા. જેમાં 62 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જેમાંથી ચાર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. નવા નોંધાયેલા કેસમાં આણંદ તાલુકાના 12, બોરસદના 2 અને પેટલાદના 3 કેસ નોંધાયા છે. આઠ પુરૂષો અને નવ મહિલા કોરોનાનો ભોગ બન્યા છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અટકાવવા બાબતે સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ કેસ મળે તો જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવે છે. જિલ્લાના 52 પીએચસી કેન્દ્ર પર 7276 ને વેક્સિન અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...