તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જિલ્લામાંથી જુગાર રમી રહેલા 17 શખ્સો ઝબ્બે, રૂા.1510ની રોકડ રકમ કબ્જે કરાઇ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદના સામરખામાં ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આણંદ ગ્રામ્ય પોલીસે છાપો મારી જાહેરમાં પાનાપત્તાનો જુગાર રમતા પાંચ જણાને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને રૂા.1510ની રોકડ રકમ કબ્જે કરી શખ્સો વિરુદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલી ઈન્દ્રધનુષ સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આણંદ ટાઉન પોલીસે છાપો મારી પાનાપત્તાનો જુગાર રમતા આઠને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા રૂા.20,520ની રોકડ રકમ અને સાત મોબાઈલ ફોન સહિત રૂા.75,520નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉમરેઠ તાલુકાના ભરોડા ગામનાં કુવા પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ખંભોળજ પોલીસે છાપો મારી જાહેરમાં પાનાપત્તાનો જુગાર રમતાં ચાર જણાને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને 2410 રૂા.ની રોકડ રકમ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...