તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:તળાવ પાસેથી મળેલા મગરના ઈંડામાંથી પ્રસવ કરાવી 17 બચ્ચા તળાવમાં છોડાયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારાપુરના ગલિયાણાના તળાવ કિનારે બખોલમાં ઈંડા મૂક્યા હતા

તારાપુર તાલુકાના ગલિયાણા ગામના બેલદારવાસના તળાવના કિનારે આવેલી બખલોમાંથી મગરના પરિપકવ 17 ઇંડા મળી આવ્યા છે. આમ એકી સાથે મોટાપ્રમાણમાં મગરના ઇંડા મળી આવતાં આ વિસ્તારમાં મગર 7 થી વધુ મગરનો વસવાટ હોવાનું વનવિભાગે કબલ્યુ હતું. વનવિભાગે ઇંડામાંથી નીકળેલા 17 બંચ્યાને તળાવમાં મુકી દીધા હતા.

તારાપુર પંથકમાં મગર બહુ ઓછા જોવા મળે છે. જો કે ચોમાસામાં વરસાદી પાણીના કારણે કોઇ વખત મગર ધસી આવતાં હોય છે. આ વિસ્તારમાં મગરનો કોઇ સ્થાઇ વસવાટ ન હોવાનું વનવિભાગ દ્વારા અગાઉ જણાવવામાં આવ્યું હતું. જો કે મંગળવારે તારાપુરના ગલિયાણા ગામે આવેલા બેલદારવાસના તળાવ પાસે સવારે 17 જેટલાં મગરના પરિપકવ ઇંડા રસ્તે જતાં લોકોએ નિહાળ્યા હતા.

જેથી તેઓએ વન વિભાગને જણ કરતાં વનવિભાગની ટીમ દોડી આવી હતી. જેથી તેઓએ તળાવના કિનારે આવેલી બખોલમાં તપાસ કરતાં 17 ઇંડા મળી આવ્યા હતા.જેથી વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તળાવની આસપાસ 7થી વધુ મગરનો વસવાટ કરતા હોવાની કબુલતા કરી હતી. જો કે વનવિભાગે ઇંડાની તપાસ કરતાં પરિપકવ હોવાથી તાત્કાલિક ઇંડા ફોડીને મગરના નાના બંચ્યાને તળાવમાં છોડી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...