• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 16th Anniversary Of Indukaka Ipkowala Institute Of Management Held In Charusate, Various Educational And Co educational Activities Were Reported.

વાર્ષિકોત્સવ:ચારૂસેટના ઈન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટનો 16મો વાર્ષિકોત્સવ યોજાયો, વિવિધ શૈક્ષણિક તેમજ સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી અપાઈ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 નવા બીબીએ પ્રોગ્રામ-બિઝનેસ એનાલિટીક્સ અને એન્ટરપ્રિનિયોરશિપ એન્ડ ન્યુ વેન્ચર મેનેજમેન્ટ શરૂ થશે
  • ડો. કુરિયનની સફળતા પાછળ ત્રિભોવનદાસ પટેલનો સિંહફાળો હતો: ડો.ઉમાકાન્ત દાસ

ચારૂસેટ સંચાલિત ઈન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIIM)ના 16મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જૂન, 2022થી 2 નવા બીબીએ પ્રોગ્રામ-બિઝનેસ એનાલિટીક્સ અને એન્ટરપ્રિનિયોરશિપ એન્ડ ન્યુ વેન્ચર મેનેજમેન્ટ શરૂ કરવામાં આવશે. જે અતંર્ગત પ્રિન્સીપાલ ડો. ભાસ્કર પંડયાએ મેનેજમેન્ટ સેમીનાર સીરીઝ, પ્લેસમેન્ટ આસીસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ સંસ્થાના વિદ્યાર્થીઓને જોબ્સની ઓફર, સમર ઇન્ટર્નશીપ પ્રોગ્રામ, મેનેજમેન્ટ મીટ- કોન્વેગ્નો, એલમ્ની મીટ, ફેકલ્ટી રિસર્ચ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ વિશે માહીતી આપી હતી.

આ વાર્ષિકોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઇરમાના ડિરેક્ટર ડો. ઉમાકાન્ત દાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમૂલની વિકાસગાથામાં ડો. કુરિયનનો બહુમૂલ્ય ફાળો દેખાય છે, પરંતુ ડો. કુરિયનની સફળતા પાછળ ત્રિભોવનદાસ પટેલનો સિંહફાળો હતો. એક દિવસ સંસ્થા ચોક્કસ રાષ્ટ્રીય સ્તરે ચમકશે. ઇરમાના વિવિધ પ્રોજેક્ટસમાં સંસ્થાના વિદ્યાર્થીઓના યોગદાનને બિરદાવતા તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ભવિષ્યમાં બંને સંસ્થાઓ ગ્રામ્ય ભારતના વિકાસ માટે સક્રિય જોડાણ કરી શકશે.

આ ઉપરાંત ડો. એમ. સી. પટેલે ઈન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ રાષ્ટ્રીય ફલક પર શ્રેષ્ઠ મેનેજમેન્ટ શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભરી આવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને વિશિષ્ટ લાયકાત, આવડત તેમજ ગુણ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે સંસ્થા વિશિષ્ટ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) સંચાલિત ઈન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIIM)ના 16મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારંભનો પ્રારંભ થયા પછી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ અને IIIMના ફેકલ્ટી ડો. બિનિત પટેલે આમંત્રિત મહેમાનો તેમજ મુખ્ય અતિથિનો પરિચય કરાવીને સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન અને ઈન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના પ્રિન્સીપાલ ડો. ભાસ્કર પંડયાએ વાર્ષિક અહેવાલ અંતર્ગત સંસ્થામાં શૈક્ષણિક વર્ષ દરમિયાન યોજાયેલા વિવિધ શૈક્ષણિક તેમજ સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે આ વર્ષથી નવા શરૂ થનાર 2 બીબીએ પ્રોગ્રામ-બિઝનેસ એનાલિટીક્સ અને એન્ટરપ્રિનિયોરશિપ એન્ડ ન્યુ વેન્ચર મેનેજમેન્ટ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, બીબીએ પ્રોગ્રામમાં ઇન્ટરનેશનલ બિઝનેસના ઇલેક્ટિવ થકી ફ્રેંચ અને જર્મન જેવી ભાષાઓ પણ શીખવવામાં આવે છે. તેમજ એમબીએ પ્રોગ્રામમાં બિઝનેસ એનાલિટીક્સ જેવા ઊભરતા ફિલ્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે સંસ્થાની વિવિધ પ્રવૃતિઓમાં સિંહફાળો આપનાર વિવિધ હસ્તીઓ અને વર્ષ દરમિયાન શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃતિઓમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સનું પણ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ સંસ્થાના પ્રાધ્યાપક ડો. રેશ્મા સાબલેએ કરી હતી. આ સમારંભનું સંચાલન સંસ્થાના પ્રાધ્યાપકો ડો. વિજય મકવાણા અને ડો. લિપિ આચાર્યએ કર્યું હતું. આ કાર્યક્રમમાં માતૃસંસ્થા-સીએચઆરએફના પ્રમુખ નગીન પટેલ, સફળ બિઝનેસમેન, ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય, ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ટ્રસ્ટી તેમજ ચારુસેટ એજયુકેશન ફાઉન્ડેશન-યુએસએ ના સ્થાપક વિરેન્દ્ર પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ- સીએચઆરએફના સેક્રેટરી ડો. એમ. સી. પટેલ, ચારૂસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો આર. વી. ઉપાધ્યાય તેમજ મેનેજમેન્ટ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...