આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. બુધવારે પણ16 નવા કોરોના પોઝિટીવ કેસ નોંધતાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 76 પર પહોંચી છે. જેમાંથી 5 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જયારે 71 દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યાં છે. પેટલાદ તાલુકામાં 6 નવા કેસ મળી આવ્યા છે.જયારે બોરસદમાં 2 અને ખંભાતમાં 1 પોઝિટીવ કેસ મળ્યો છે.જેને લઇને આરોગ્ય વિભાગની દોડધામ વધી ગઇ છે. કોરોનાની સાથે સ્વાઇનફૂલનો ડર લોકોને સતાવી રહ્યો છે.
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 75 કેન્દ્ર પરો 12772 લોકોને વેક્સિન આપી છે. જયારે દરેક પીએચસી કેન્દ્ર પર બુસ્ટર ડોઝ મુકવામાં આવે છે. સાથે સાથે ગામેગામ સર્વેની કામગીરી હાથધરીને મેલેરિયા, કોરોના અને વાયરલ ફિવરને અટકવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.