• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 16 Cattle From Anand Samarkha Village Were Caught While Taking Them To The Slaughter House, 2 Were Caught, The Village Police Set Up A Watch And Caught Them From The Mini Truck.

અબોલ જીવની મુક્તિ:આણંદ સામરખા ગામમાંથી 16 પશુને કતલખાને લઇ જતાં 2 પકડાયાં, ગ્રામ્ય પોલીસે વોચ ગોઠવી મિનિટ્રકમાંથી પકડી પાડ્યાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સોની અટકાયત કરવામાં આવી

આણંદ ગ્રામ્ય પોલીસે સામરખા ગામેથી કતલખાને જતાં 16 પશુને બચાવી લીધાં હતાં. આ ઘટનામાં પોલીસે મિનિટ્રક સવાર બે શખસની અટક કરી હતી. આ ઉપરાંત મિનિટ્રક, 16 પશુ મળી કુલ રૂ.13.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આણંદ ગ્રામ્ય પોલીસની ટીમને બાતમી મળી હતી કે, મિનિટ્રક નં.જીજે 2 એક્સએક્સ 5999માં પાછળની બાજુ લાકડાનું પાટીયું મારી તેમજ કાળા કલરની તાડપત્રી લગાવી ટ્રકની અંદર પશુ ટુંકા દોરડાથી બાંધી સામરખાથી નિકળી રહ્યાં છે. આ બાતમી આધારે પોલીસે પ્રેમપ્લાઝા કોમ્પ્લેક્સ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં મોડી રાત્રિના મિનિટ્રક આવતા તેને રોકી હતી. પોલીસે મિનિટ્રકમાં પાછળની બાજુ લાકડાનું પાટીયું ખસેડી જોતાં 16 પશુ ખીચોખીચ મોંઢે તથા પગે ક્રુરતાભરી રીતે ટુંકા દોરડાથી બાંધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. આ પશુ માટે કોઇ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી નહતી. આથી, તુરંત મિનિટ્રકમાં સવાર બે શખસની અટક કરી હતી. જેમની પુછપરછ કરતાં તે મહંમદ મહેબુબ બેલીમ (ઉ.વ.26) અને સલમાન જાકીરહુસેન મન્સુરી (ઉ.વ.22, રહે. કાકોશી ખડીયાસરણ મસ્જીદવાસ, તા.સિદ્ધપુર, જિ. પાટણ) હોવાનું જણાવ્યું હતું. આ બન્ને પાસે જરૂરી કાગળો માંગતા તેઓ આપી શક્યા નહતા. આથી, તેઓ પશુને કતલખાને લઇ જતાં હોવાની શંકા ઉઠી હતી. જેથી પોલીસે બન્ને શખસો પાસેથી મોબાઇલ, રોકડ, 16 પશુ અને મિનિટ્રક મળી કુલ રૂ.13.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...