ચોરી:આણંદમાં શ્રમિકોને દૈનિક ભોજન પૂરું પાડતી અન્નપૂર્ણા યોજનાના 16 ડબ્બા ચોરાયાં

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 હજારની કિંમતના 16 ડબ્બાની ચોરીની ફરિયાદ નોંધાઇ

આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના બુથનું તાળુ તોડી અજાણ્યા શખ્સો સ્ટીલના 16 ડબ્બાની ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.

આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત જિલ્લામાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને રૂ.10માં ભોજન વિતરણનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જોકે, 11મી એપ્રિલ, 21ના રોજ યોજના સ્થગિત કરવામાં આવી હતી. આથી, ભોજન પુરૂ પાડતી સંસ્થાને આપેલા સ્ટીલના 39 ડબ્બા અન્નપૂર્ણા બુથ ખાતે પરત જમા લઇને આ બુથમાં મુકી દીધાં હતાં.

આ દરમિયાનમાં 27મી એપ્રિલ,22ના રોજ સવારના સાડા બારેક વાગે સુપરવિઝન કરવા જતાં બુથના મુખ્ય દરવાજાનું લોક તુટેલી હાલતમાં હતું અને અંદર સામાન વેરવિખેર પડ્યો હતો. આથી, તપાસ કરતાં સ્ટીલના 39 ડબ્બામાંથી 16 ડબ્બા કિંમત રૂ.16 હજાર કોઇ શખસ ચોરી કરી નાસી ગયાં હતાં. આથી, 18મી માર્ચથી 27મી એપ્રિલ દરમિયાન અજાણ્યો શખ્સ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના બુથનું તાળુ તોડી બુથમાંથી સ્ટીલના 16 હજારની કિંમતના 16 ડબ્બાની ચોરી કરી ગયો હતો. આ અંગે જિલ્લા પ્રોજેક્ટ મેનેજર હાર્દીક ગોવિંદભાઈ નાયીની ફરિયાદ આધારે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...