તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના 157 પોઝિટીવ કેસઃ એક પણ દર્દીને રજા ન અપાઇ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આણંદમાં 1234 એકટીવ દર્દીઓ, 310 હોમઆઇસોલેશન હેઠળ

આણંદ જિલ્લામાં મે માસથી શરૂઆતથી 150 થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. જો કે આજે રાહતની વાત એ છે કે કેસમાં 10 ટકાના ઘટાડા સાથે 157 પોઝિટીવ કેસ નોંધાયા છે. પરંતુ આજે એક પણ દર્દીઓને રજા આપવામાં આવી નથી.તેના કારણે એકટીવ દર્દીઓની સંખ્યા પુન 1200 વટાવી ચુકવી છે. જયારે હોમ આઇસોલેશન હેઠલ 310 દર્દીઓ સારવરા લઇ રહ્યાં છે. જો કે છેલ્લા બે દિવસ ખંભાત અને પેટલાદ તાલુકામાં પોઝિટીવ કેસનો વધારો થયો છે. જે ચિંતાનો વિષય બન્યો છે.

આણંદ જિલ્લામાં હાલમાં આણંદ તાલુકામાં છેલ્લા એક માસથી સૌથી વધુ પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યાં છે. જયારે ઉમરેઠ, ખંભાત, બોરસદ અને પેટલાદ તાલુકામાં છેલ્લા દસ દિવસથી પોઝિટીવ કેસમોમાં વધારો થઇ રહ્યાો છે. ખંભાત તાલુકામાં બે દિવસમાં 40 વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ ખંભાત પુનઃ કોરોના હબ બને તે માટે અત્યારથી જ સ્થાનિકો લોકોએ તકેદારી રાખીને કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઇએ તેમ જાગૃત નાગરીકોએ જણાવ્યું હતું. ખંભાત, બોરસદ અને ઉમરેઠમાં શંકાસ્પદ કેસોમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે.

ખાનગી હોસ્પિટલમાં એચઆરટીસી ટેસ્ટમાં પોઝિટીવ આવ્યો હોત તેની નોંધ સરકારી ચોપડે થતી નથી. તેના કારણે સાચો આંકડો બહાર આવતો નથી.આણંદ તાલુકામાં જ સતત 10માં દિવસે પણ 100થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. આણંદ તાલુકામાં કેસો ઘટતા નથી તેમ છતાં લોકો હજુ પણ ધાર્મિક મેળાવળા અને સામાજિક પ્રસંગોના નામે ભેગા થઈને કોવિડના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. જેને કારણે કેસમાં ઘટાડો થતો નથી.

આણંદ જિલ્લામાં 475 દર્દીઓ ઓકસીજન પર છે
આણંદ જિલ્લામાં સોમવારે એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી.તેના કારણે એકટીવ દર્દીઓનો આંક 1234 પર પહોંચ્યો છે. જેમાં 695 દર્દીઓની હાલત સ્થિર છે.જયારે 475 દર્દીઓ ઓકસીજન પર, 32 દર્દીઓ બીપપર અને 31 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...