આણંદ શહેર સહિત આસપાસ જિલ્લાના વિસ્તારોમાં થઇ રહેલા વિકાસની સાખ પૂરતા સબ રજીસ્ટ્રાર કચેરીમાં કોરોના કાળના લોકડાઉન બાદ મિલ્કતોના ખરીદ વેચાણના દસ્તાવેજોની નોંધણીનો ધમધમાટ થઇ રહ્યો છે.ત્યારે વર્ષ 2020-21ના કોરોના કાળમાં પણ કુલ 26358 જેટલા દસ્તાવેજોની નોંધણી જિલ્લાની વિવિધ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં થઇ છે.
વર્ષ 2021-22માં જિલ્લામાં 23435 દસ્તાવેજોની નોંધણી થઇ છે. છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂા.156.23 કરોડ અને નોંધણી ફિ પેટે રૂ.29.39 કરોડ મળી કુલ રૂા.185.62\n કરોડની આવક રાજ્ય સરકારને થવા પામી છે.આમ આણંદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
આણંદ સબ રજીસ્ટ્રાર કચેરીના સબ રજીસ્ટ્રાર એમ. આર. ગુજ્જરે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના આઠેય તાલુકાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વર્ષ 2020-21\nમાં 26358 દસ્તાવેજો નોંધાયા હતા. જેની સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂા. 89 79 કરોડ અને નોંધણી ફી પેટે રૂ.15.97 કરોડ સહિત રૂ. 99.77 કરોડની આવક રાજ્ય સરકારની તિજોરીમાં થઇ છે.
તેવી જ રીતે વર્ષ 2021-22માં \23435 દસ્તાવેજો નોંધાયા હતા. જેની સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂા. 72.43કરોડ અને નોંધણી ફિ પેટે રૂ.13.41 કરોડ સહિત રૂ. 85.85 કરોડની માતબર રકમ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ છે.વધુ માહીતી મુજબ છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ 26979 દસ્તાવેજોની નોંધણી આણંદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં થઇ હતી. જેની કુલ આવક રૂ. 133.43 કરોડ થવા જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.