ભાવમાં ઘટાડો:10 દિવસમાં ડાંગરના ભાવમાં 150 સુધીનો કડાકો

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચરોતરમાં 2.30 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર: ગત વર્ષે 550 સુધીનો ભાવ હતો,આ વર્ષે 400 થયો

ચરોતરમાં અા વર્ષે 2.30 લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર થયુ હોવાથી ઉતારો સારો છે. ત્યારે 10 દિવસમાં ડાંગરના ભાવમાં રૂા. 100થી લઇને રૂા. 150 સુધીનો ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ગત વર્ષે જુદી જુદી ડાંગરનો ભાવ પ્રતિ મણ રૂા. 360 થી રૂા. 550નો હતો. જયારે અા વર્ષે રૂા. 330થી રૂા. 410નો ભાવ છે.

ગત વર્ષ કરતાં ડાંગરના ઉત્પાદનમાં 30 ટકાનો વધારો થયો છે. જેની સામે બજારમાં માંગ ઘટી છે. ગત વર્ષની ઉનાળુ ડાંગરનો જથ્થો હજી ગોડાઉન પડેલો છે. નિકાસ માટે આયોજન ન હોવાથી ભરાવો થતાં વેપારીઓ સાથે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. માત્ર 24 કલાકમાં 25 ટકાનો ઘટાડો થયો હોવાનું તારાપુર એપીએમસીના સૂત્રોએ જણાવ્યું છે.

ગત વર્ષે પૂર-વાવાઝોડાને કારણે ડાંગરના પાકને નુકશાન થયું હતું. જેના કારણે અેક વીંઘામાં 50 મણનો ઉતારો હતો. તેની સામે ચાલુ વર્ષે 70 મણનો ઉતારો છે. ગત વર્ષ કરતાં 40 હજાર મેટ્રીક ટનનું ઉત્પાદન વધ્યું છે. ચરોતરમાં અેક જાતની ડાંગરનુ વાવેતર થયુ હોવાથી વધુ ભાવે માલ લેવા કોઇ તૈયાર નથી.

ભાવ ઘટવાના કારણો

  1. ગત વર્ષે અેક વીઘામાં 50 મણનો ઉતારો હતો, અા વર્ષે 70 મણનો ઉતારો થતાં બફર સ્ટોક
  2. હજી ગોડાઉનમાં ગત વર્ષનો માલ પડેલો છે, માગ ન હોવાથી નવી ખરીદી નિરસ બની
  3. ચરોતરમાં અેક જાતની ડાંગરનું વધુ વાવેતર થયુ હોવાથી વધુ ભાવ મળી રહ્યો નથી

વેપારીઓ માલનો સ્ટોક વધુ હોવાનું કહી ઓછા ભાવે ડાંગર પડાવી લે છે
આ વર્ષે ઉતારો સારો છે ત્યારે વેપારીઓઅે ભાવ ઘટાડી દીધા છે. વેપારીઓ એવું કહે છે કે બજારમાં મંદી છે માલનો સ્ટોક છે, તો બજારમાં જે ચોખા વેચાય છે તેનો ભાવ કેમ ઘટતો નથી? વેપારીઓ ખેડૂતો પાસેથી નીચા ભાવે માલ ખરીદી લેતા હોવાથી ફટકો પડી રહ્યો છે. એપીએમસીમાં પણ ભાવ ઘટી રહ્યાં છે. > બળવંતસિંહ પરમાર, ખેડૂત, ગોલાણા

બજારમાં જૂનો સ્ટોક વધુ હોવાથી ભાવ ગગડ્યાં
બજારમાં મંદીનો માહોલ હોય અને જૂનો સ્ટોક પડી રહ્યો હોય ઉપર માલની ઘરાકી ના હોય તેમ જ ડાંગરમાં ઉતારો સારો રહેતો હોવાથી ભાલ વિસ્તારના ખેડૂતો ગુજરાત 17 ગુજરાત 13 મોતી સોનમ જેવી ડાંગરો નથી કરતા, પરંતુ મોટાભાગના લોકો શ્રી રામ ડાંગર કરવાનું પસંદ કરે છે જેને લઈને એક જ પ્રકારની ડાંગર નો જથ્થો બજારમાં ઠલવાઈ ગયો છે જેને લઈ ડાંગરના ભાવમાં છેલ્લા 3 દિવસમાં 70 થી100રૂપિયા નીચે આવી ગયો છે. > અરવિંદ પટેલ, ચંદન રાઈસ મીલ, તારાપુર

ચૂંટણીમાં રોકડની હેરફેર બંધ થતાં ખરીદી પર અસર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોય ઠેરઠેર ચેક પોસ્ટ અને રોકડ રકમની હેરફેર પર પ્રતિબંધ હોય જેની સીધી અસર ડાંગરની ખરીદી ઉપર થઈ રહી છે, બીજી તરફ તમામ આંગડિયા પેઢીઓ 8 તારીખ સુધી વેકેસન પાડી દીધું હોય રોકડ રકમની ભારે અછત સર્જાઇ છે.

ઉપર લેવલે સસ્તા ભાવે માંગતા હોવાથી અમે ખરીદી બંધ કરી છે
ખંભાત એપીએમસી ખાતે રોજ 600 ટેક્ટર હરાજી માટે આવે છે જેમાં 300 ટેક્ટરની રોજ હરાજી થાય છે બજારમાં ભાવ ઊંચા છે પરંતુ ઉપર લેવલે સસ્તા ભાવે માંગે છે જેને લઈ વેપારીઓ દ્વારા ખરીદી ઓછી કરી દેવામાં આવી છે બજારમાં માંગ હજી જોઈએ એવી નીકળી નથી જેને લઈ ભાવ તૂટી રહ્યા છે. > સંજયસિંહ રાઓલ, સેક્રેટરી, ખંભાત અેપીઅેમસી

અન્ય સમાચારો પણ છે...