આણંદ જિલ્લામાં અલગ-અલગ સ્થળો પરથી પોલીસે માસ્ક ન પહેરી તેમજ સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવી જાહેરનામાનો ભંગ કરનારા 15 ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરી તેમની પાસેથી 15 હજાર દંડ વસૂલ્યો છે. આણંદમાં કોરોનાના વધતા રાત્રિ કરફ્યુની સાથે પોલીસ દ્વારા માસ્ક ન પહેરતા અને સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતાં શખસો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે.
જમાં ખંભાતના ઉંદેલમાંથી જાવેદ પઠાણ, વત્રામાંથી ડાહ્યા ઉર્ફે લલ્લુ ભીખા સોલંકી, સારસામાંથી ચંદુ રાવજી સોલંકી, ગંભીરામાંથી સંજય છગન રાવળ, આંકલાવ ફતેપુરામાંથી ગણપત નીનામ, પીપળીમાંથી શૈલેષ રમણ પારેખ, ઉમરેઠમાંથી અનિલ મલખાન રજાક, ખંભાતમાં ધર્મેશ ગુડ્ડુ કુશ્વાહ અને મુકેશ કુશ્વાહ, ફિણાવમાંથી પૂનમ ગોકળ રાઠોડ, પંડોળીમાંથી ભાઈલાલ સોલંકી, વડદલામાંથી અશ્વિન ચીમન ગોહેલ, દંતેલીમાંથી રાવજી રાવળ, મુજકુવામાંથી ધરમસિંહ ચાવડ અને પેટલાદમાંથી યુનુસ ગુલામનબી વ્હોરા વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.