તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • 15 More Cases In Anand District, Total Number Reached 2984, 274 Houses In Anand Taluka Were Declared As Containment Zones.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:આણંદ જિલ્લામાં વધુ 15 કેસ કુલ આંક 2984 પર પહોંચ્યો, આણંદ તાલુકાના 274 મકાનો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયાં

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે આણંદ શહેર સહિત તાલુકામાં 11 કેસ નોધાયા હતાં. જ્યારે ખંભાત અને પટેલાદમાં 2-2 કેસ નોધાતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

જિલ્લામાં હાલ કોરોના સંક્રમિત દર્દીઆેની સંખ્યા 93 પર પહોંચી જવા પામી છે. જેમાં 13 દર્દીઆે હોમઆઈશોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 80 દર્દીઓ જિલ્લાની જુદા-જુદા કોવીડ સેન્ટરોમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાંથી 2 દર્દીઓ ઓક્સિજન હેઠળ સારવાર લઈ રહ્યાં છે. શુક્રવારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વધુ 561 લોકોનો સેમ્પલ લઈને તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધી 2,38,502 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 2,35,518 લોકોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.આમ જિલ્લામાં કુલ 2984 લોકો કોરોનાની ચપેટમાં આવ્યાં છે. જેમાંથી 2874 દર્દીઓએ કોરોનાને હરાવી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે 17 દર્દીઓનું કોરોનાના સ્થાનિક સંક્રમણમાં મોત નીપજ્યું છે.

આણંદ તાલુકાના 274 મકાનો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયાં
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સ્થાનિક સંક્રમણ અટકાવવામાં માટે આણંદ શેહર સહિત તાલુકાના 274 મકાનો કન્ટેઈન્ટેમન જાહેર કરવામાં આવ્યાં છે.જેમાં આણંદ શહેરના 171 મકાનો તેમજ આણંદ ગ્રામ્ય કક્ષાના 103 મકાનોને નિયત્રિત જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો