તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચ આપી 1.45 લાખ પડાવ્યા

આણંદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાઈબર સેલમાં ફરિયાદ કરતાં 24500 પરત અપાવ્યા

આણંદમાં રહેતા યુવકને ગઠિયાએ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચ આપી રૂપિયા 1.45 લાખ પડાવ્યા હતા. જે અંગે યુવકે આણંદ સાઈબર સેલનો સંપર્ક કરતાં ટીમ દ્વારા તુરંત જ કાર્યવાહી કરી હતી અને યુવકને રૂપિયા 24500 પરત અપાવ્યા હતા.

આણંદમાં રહેતા અંકિતભાઈ ગુણવંતભાઈ પટેલના મોબાઈલ ફોન ઉપર ગઠિયાએ ફોન કરીને પોતાની ઓ‌ળખ બેન્ક કર્મી તરીકે આપી હતી. યુવકને વાતચીતમાં રાખીને તેમના ક્રેડિટ કાર્ડનું વેરીફિકેશન કરવાનું કહીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા માટે જણાવ્યું હતું. દરમિયાન ગઠિયાએ મોબાઈલમાં ઓટીપી નંબર આવશે એ પછી લિમિટ વધી જશે તેમ કહ્યું હતું. દરમિયાન ઓટીપી નંબર અંકિતભાઈએ ગઠિયાને આપતાં જ તેમના આરબીએલ તેમજ એસબીઆઈના કાર્ડમાંથી કુલ 1,45,838ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધી હતી.

બીજી તરફ પોતાના મોબાઈલમાં 1.45 લાખનું ટ્રાન્ઝેક્શન થયું હોવાની જાણ થતાં જ અંકિતભાઈ ચોંકી ઉઠ્યા હતા. તેમણે થોડા સમય બાદ આણંદ સાઈબર સેલનો સંપર્ક કર્યો હતો. સાઈબર સેલ દ્વારા તાત્કાલિક વોલેટ કંપનીમાં મેઈલ અને મેસેજ કરીને સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો