આણંદ શહેર સહિત જિલ્લામાં રાઇટ ટુ એજયુકેશનની જોગવાઇ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં કુલ બેઠક ક્ષમતાના વિના મૂલ્યે પ્રવેશ આપવાની જોગવાઇ હેઠળ પ્રથમ રાઉન્ડની પક્રિયા પૂરી થઇ ગઇ છે.ત્યારે 1750 એડમીશન મંજૂર કરવા છતાં માત્ર 1502 વિદ્યાર્થીઓ મનગમતી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.પરંતુ મહત્વની બાબત 104 વિદ્યાર્થી પ્રવેશ લેવા માટે શાળામાં ગયા નથી. તેમજ વિવિધ કારણોસર ભૂલો કરવા બદલ 144 નો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે. જો કે રાજય સરકારે આણંદ જિલ્લામાં 1780 બેઠકોમાંથી1750 એડમિશન મંજૂર કરતાં 30 બેઠકો ખાલી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો-1માં 25 ટકા ગરીબ બાળકો માટે અનામત જગ્યા રાખવામાં નિયમ હેઠળ પ્રથમ રાઉન્ડમાં ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આણંદ જિલ્લામાં 212 શાળાઓમાં 1800 બેઠક ફાળવવામાં આવી હતી. જેમાં ઓનલાઇન 6004 ફોર્મ ભરાયા હતા. શિક્ષણ વિભાગે એડમિશન આપવાની પ્રક્રિયા હાથધરવામાં આવતાં 1750 એડમિશન મંજૂૂર કરવામાં આવ્યા હતા. જેમાં 1502 વિદ્યાર્થીઓ મનગમતી શાળાઓમાં પ્રવેસ મેળવી લીધો છે.
બીજી તરફ ખોટા દાખલ આપીને દસ્તાવેજ ખોટા રજૂ કર્યા હોય તેવા 144 એડમિશન શિક્ષણ વિભાગે રદ કર્યા હતા. બીજી તરફ રાજય સરકાર એડમિશન આપવા છતાં 104 વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે શાળામાં નહીં આવ્યા હોવાનું રીપોર્ટ દર્શાવવામાં આવ્યું છે.આમ આણંદ જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં 30 બેઠકો ખાલી રહી છે. બીજી રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથધરવા માટે રાજય સરકારના પરિપત્ર મુજબ કાર્યવાહી હાથધરવામાં આવશે. ખાલી રહેલી 278 જગ્યા માટે બીજા રાઉન્ડમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.