• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 14.25 Lakh Extortion Racket Of Anand's Businessman Caught, A Year And A Half Ago The Businessman Was Lured To Invest In Gold And Extorted Rs.

ગઠિયો ઝડપાયો:આણંદના વેપારીના 14.25 લાખ પડાવી લેનારો ગઠિયો ઝડપાયો, દોઢ વર્ષ પહેલાં વેપારીને સોનામાં રોકાણ કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના વેપારીને મોબાઇલ એપ્સ થકી સોનામાં રોકાણ કરી મોટી રકમ કમાવવાની લાલચ આપ્યા બાદ સાયબર ગઠિયાએ રૂ.11.85 લાખ પડાવી લીધાં હતાં. આ અંગે દોઢ વર્ષ પહેલા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ગઠિયાએ પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદના નારાયણ કોમ્પ્લેક્સમાં રહેતાં યોગેશ ડાહ્યાભાઈ પારેખ (ઉ.વ.60)ના મોબાઇલ પર અજાણ્યા શખસે સોશ્યલ મીડિયા થકી લીંક મોકલી હતી. આ લીંક તૌરસ નામની કંપનીમાં રજીસ્ટ્રેશન કરાવી માર્કેટમાં જેમ જેમ સોનાના ભાવ વધે તેમ તેમ કરેલા રોકાણમાં પ્રોફિટ વધતું હોવાની લોભ લાલચ આપી હતી. આ વાતમાં આવેલા યોગેશભાઇએ એપ્સમાં અલગ અલગ ટ્રાન્જેકશનથી પેટીએમ દ્વારા રૂ.2.20 લાખ તથા પીયુષકુમાર નામના કોટક બેંક એકાઉન્ટમાં રૂ.11,85,266 મળી કુલ રૂ.14,25,266 ટ્રાન્સફર કર્યાં હતાં. જોકે, બાદમાં આ સમગ્ર બાબલો છેતરપિંડીનો હોવાનો ખ્યાલ આવતાં યોગેશભાઈ ચોંકી ગયાં હતાં.

આ અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં 16મી નવેમ્બર,2021માં ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ બિહાર - ઝારખંડ તપાસમાં પહોંચી હતી. જ્યાં યોગેશભાઈ સાથે છેતરપિંડી કરનારો શખસ પિયુષકુમાર ગોપાલ પ્રસાદ (રહે. ગયા, જૈન રેડિયો બજાજ રોડ, બિહાર) હોવાનું બહાર આવ્યું હતું. આથી, સાયબર પોલીસે ગયા (બિહાર)ની પોલીસને સાથે રાખી દરોડો પાડી પિયુષ ગોપાલ પ્રસાદને પકડી પાડી આણંદ લાવ્યાં હતાં. જ્યાં તેની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...