તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:RTE હેઠળની 1419 અરજી નામંજુર, ફરીથી તક અપાશે

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.1માં પ્રવેશ માટે 4575 ઓનલાઇન અરજી આવી હતી

આણંદ જિલ્લામાં ધો-આરટીઇ હેઠળધો-1માં ખાનગી સ્કુલોમાં મધ્મવર્ગ -ગરીબ વિદ્યાર્થીઓને મફત પ્રવેશ આપવામાં આવે છે.જે અંતર્ગત ચાલુ વર્ષે 214 ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે કુલ 4575 અરજી આવી હતી. જેની ચકાસણીની કામગીરી પુર્ણ થઇ ગઇ છે.ત્યારે સામાન્ય ટેકનીકલ ભુલને કારણે રદ થયેલ અરજી કરનારવાલીઓને તક મળી રહે તે માટે સરકારે નવેસરથી ડોકયુમેન્ટ રજુ કરવા માટે આદેશ કરતા તારીખ લંબાવવામાં આવી છે.જે મુજબ આજદિન સુધીમાં 1419 અરજીઓ નામંજુર કરાઈ છે. જેમાં 3 હજાર જેટલી અરજીઓ મંજૂર કરાઇછે. જયારે રાજયના શિક્ષણ વિભાગના આદેશ બાદ પ્રવેશની કાર્યવાહી હાથધરવામાં આવશે.

રાઇટ ટુ એજયુકેશન હેઠળ ગરીબ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ શિક્ષણ લાભ આપવામાં આવે છે.જેમાં જિલ્લામાં કુલ 214થી વધુ શાળાઓમાં આરટીઇ એકટ હેઠળ 25 ટકા અનામત બેઠક એટલે 1665 જેટલી બેઠકો પર ગરીબ વિદ્યાર્થીઓને દરવર્ષે પ્રવેશ આપવામાં આવે છે. જે મુજબ ગત વર્ષે 3500 જેટલીઅરજી આવી હતી. ચાલુવર્ષે 4575 અરજી આવી છે. જેની સામે 1419 અરજી નામંજૂર કરવામાં આવી છે.

આધારકાર્ડ કે અન્ય પુરવામાં નામ કે સરનામુ ભુલ હોય તેવી અરજી નામંજૂર કરવામાં આવી છે.જયારે ખોટીરીતે વધુ આવક કે અન્ય પુરાવા રજૂ કર્યા હોય તેવી 218 અરજી કેન્સલ કરવામાં આવી છે. જયારે હાલમાં 3 હજાર અરજી મંજૂર કરવામાં આવી છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા 25 ટકા લેખે કેટલાંક બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે જોવાનું રહ્યું કારણ કે આરટીઇ એકટ હેઠળ ખાનગી શાળાઓમાં 1665 બેઠકો છે.

અન્ય સમાચારો પણ છે...