ભાસ્કર વિશેષ:જિલ્લાની 10 સહકારી બેંકોનું વેપારીઓને 14.13 કરોડનું ધિરાણ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં 8 લાખથી વધુ નાના-મોટા વેપારીઓ અને ફેરિયાઓને નાણાકીય સપોર્ટ અપાયો

કોરોનાના કપરાં કાળમાં છ માસ સુધી બજારો બંધ રહેતા આણંદ જિલ્લાના નાના મોટા વેપારીઓ ભારે નુકશાન થયું હતું. ત્યારે વેપારીઓની આર્થિક પરિસ્થિતી નબળી થઇ ગઇ હતી. ત્યારે કેન્દ્ર અને રાજય સરકારે ફેરિયાઓ અને વેપારીઓને પગ ભર કરવા માટે આત્મ નિર્ભર યોજના હેઠળ 4 ટકા અને 6 ટકા લેખે લોન ધિરાણ કરવામાં નિર્ણય લીધો હતો. ત્યારે આણંદ જિલ્લાની 10 જેટલી સહકારી બેંકો મારફતે 8 લાખથી વધુ નાના મોટા વેપારીઓને ફેરિયાઓને અદાંજે 14.13 કરોડનું ધિરાણ કર્યુ હતું. જો કે કોરોના સંક્રમણ ઘટતાં બજારમાં પુનઃ જામ્યુ હતું.

વેપારધંધા જામતા વેપારી આર્થિક પરિસ્થિતીમાં સુધારા જોવા મળ્યા હતો. જેથી સરકારે જે તે સમયે આપેલા ધિરામ તે માટે ખરેખર આર્શીવાદ સમાન બની ગયું હતું. જેથી અત્યાર સુધીમાં 60 ટકા જેટલું ધિરાણ પરત આવ્યું છે. જયારે હાલમાં મોટાભાગના વેપારીઓ નિયત સમયે હપ્તો ભરી રહ્યાં છે.તેમ આણંદ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રો જણાવ્યું હતું.

કોરોના ના કાળમાં આત્મ નિર્ભર યોજના શરૂ થઇ ત્યારે જિલ્લાની સહકારી બેંકોમાં વેપારીઓને ધિરાણ કરવાનો નિર્ણ ય લેવાયો તો જેમાં આણંદ શહેરની આણંદ મર્કન્ટાઇલ બેંક દ્વારા સૌથી વધુ 5.54 કરોડ ઉપરાંતનું ધિરાણ વેપારીઓને કરવામાં આવ્યું હતું. જયારે ઉમરેઠ અર્બન, ધર્મજ પીપલ્સ બેંક, તારાપુર અર્બન બેક, વીવીસી બેંક વિદ્યાનગર અને સરદાર ગંજ મર્કન્ટાઇલ બેંકમાંથી 9 કરોડ ઉપરાંતનું ધિરાણ કરવામાં આવ્યું હતું.

આણંદ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર સહકારી બેંકો દ્વારા વેપારીઓ ને કોરોનાના કાળમાં કરવામાં આવેલા ધિરાણની રકમ પરત આવી રહી છે. મોટાભાગના વેપારીઓ નિયમિ ત હપ્તા ભરી રહ્યાં છે. જેથી 60 ટકા ઉપરાંતનું ધિરાણ પરત આવ્યું છે.

બેંક દ્વારા અપાયેલી લોનની િવગત

બેક4 ટકાની લોન6 ટકાની લોન
ખંભાત નાગરીક કો બેંક0,30,00,00096,40,000
ઉમરેઠ અર્બન1,67,10,000---
ધર્મજ પીપલ્સ કો .બેંક0,02.50.000---
ભાદરણ પીપલ્સ કો .બેક-----68,25,000
તારાપુર અર્બન બેક----39,25,000
વી વી સી બેક વિદ્યાનગર1,37,60,00060,65,000
આણંદ મર્કન્ટાઇલ બેક0,28,00,0005,26,90.000
સરદાર ગંજ મર્કન્ટાઇલ બેંક0,62,50,0001,94,50,000
કુલ4,27,70,00009.85,95,000
અન્ય સમાચારો પણ છે...