તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:આણંદમાં ક્રેડિટ સોસાયટીમાંથી 1.41 લાખના મત્તાની ચોરી

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આણંદ શહેરના ગ્રીડ ચોકડી થી બોરસદ ચોકડીને જોડતા રોડ પર ઠકકરવાડીની સામે શ્રી જલારામ મર્કન્ટાઇલ કો.ઓ.ક્રેડીટ સોસાયટી આવેલી છે. જેમાં મેનેજિંગ ડિરેકટર તરીકે અતુલભાઇ પાવાગઢી સેવા આપે છે. ગુરૂવારે સોસાયટીમાં કામ કરતાં કર્મચારીઓ સાંજે સમય પુરો થતાં બંધ કરીને ઘરે ગયા હતા. જેની ચાવી સેવક હેમંતભાઇએ એમ.ડી અતુલભાઇને આપી હતી. શુક્રવારે સવારે સેવક હેમંતભાઇ એમ.ડીના ઘરેથી ચાવી લઇને ક્રેડિટ સોસાયટીમાં આવ્યા હતા.

તેઓએ ઓફિસ ખોલતા માલુમ પડયું હતું કે ચોરી થઇ છે. જેથી તેઓએ અેમ.ડી અતુલભાઇને જાણ કરી હતી તેઓ દોડી આવ્યા હતા. સોસાયટી તપાસ કરતાં તિજોરી માલસામાન વેરણછેરણ હતો.તિજોરીમાં મુકેલા રૂા 1,41,408ની રોકડ રકમ ગાયબ હતી. જેથી તેઓએ આણંદ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ તપાસ કરતાં તસ્કરો પાછળના ભાગે ઉપર ચઢીને દરવાજોનો નકુચો તોડી રકમ લઇ ગયા હોવાનું માલુમ પડતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો