તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ઝડપાયો:બોરસદ-પામોલ ઓવરબ્રિજ નજીક મહુવા લઈ જવાતો 140 પેટી વિદેશી દારૂ ભરેલો આઈશર ટેમ્પો ઝડપાયો, રૂ.14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ડાંગરના સુકા ઘાસ ભરેલા મીણીયાના કોથળાની નીચે રૂ.8.40 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
 • દારૂની હેરફેરમાં હરિયાણા ડ્રાયવરની ધરપકડ કરવામાં આવી

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વાસદથી તારાપુર તરફ જતા બોરસદ-પામોલ ઓવરબ્રીજ પર આવેલા બાયપાસ રોડ ઉપર વોચ ગોઠવીને 140 પેટી વિદેશી દારૂ ભરેલા આઈશર ટેમ્પાને ઝડપી પાડીને ડ્રાયવરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગરના સુકા ઘાસના કોથળા નીચે વિદેશી દારૂ છુપાવ્યો હતો
આણંદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે નાપા બાયપાસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. જે દરમિયાન વાસદ તરફથી એક આઈસર ટેમ્પો નંબર એચઆર-39, સી-3436 નજરે ચઢતાં પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી. આઈશર ટેમ્પાના પાછળના ભાગે ડાંગરના સુકા ઘાસના કોથળા ભરેલા નજરે પડ્યા હતા. પોલીસે આ કોથળાને હટાવીને જોતાં વિદેશી દારૂની પેટીઓ સંતાડેલી જોવા મળી હતી.

ડ્રાઇવર પાસેથી મોબાઈલ ફોન અને રોકડા 4200 રૂપિયા મળી આવ્યા
​​​​​​​
ટેમ્પાને બોરસદ પોલીસ મથકે લાવીને ખાલી કરી ગણતરી કરતા તેમાંથી 140 જેટલી દારૂની પેટી હતી. જેની બજાર કિંમત રૂ.8.40 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી હતી. પોલીસે પકડાયેલા ડ્રાયવરનું નામ પૂછતા તે હરિયાણા ખાતે રહેતો સુરેશ મહાસિંગ જાટ હોવાનું જણાવ્યું હતુ. તેની પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડા 4200 રૂપિયા મળી આવ્યા હતા.

આઈશર ટેમ્પા સહિત કુલ 14 ,44,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
આણંદ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી દારૂની પેટી અને આઈશર ટેમ્પા સહિત કુલ 14 ,44,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બાબતે બોરસદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા ડ્રાયવરની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો ભરેલી આઈશર માહેમ મુકામે માર્કેટ પાસેથી જોગીન્દરસિંગે આપી હતી અને મહુવા મુકામે જવાનું હતુ. તે ફોન ઉપર રસ્તાની માહિતી આપતો હતો. આ કબુલાતના આધારે પોલીસે જોગીન્દર અને વિદેશી દારૂ મંગાવનાર મહુવાના શખ્સની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો