તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:આણંદ જિલ્લામાં 40 દિવસ બાદ 14 પોઝિટીવ કેસ મળ્યા, એક માસ બાદ પુન: 50થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આણંદ શહેર સહિત જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી હતી. 20 દિવસ અગાઉ તો એક દિવસ એક પણ પોઝિટીવ કેસ મળ્યો ન હતો જો કે ફેબ્રુઆરી માસમાં દૈનિક કેસનો આંકડો પણ 5 મળતાં હતા.જે છેલ્લા ચાર દિવસથી 9 થી વધુ કેસ મળી રહ્યાં છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોવિડના નિયમો સરેઆમ ભંગ કરતાં પુનઃ પ્રજા કોરોના સંકજામાં આવી ગયા છે. 40 દિવસ બાદ આણંદ જિલ્લામાં સૌથી વધુ 14 પોઝિટીવ કેસ નોંધાયા છે.

આણંદ શહેર સહિત જિલ્લામાં માર્ચ માસમાં કોરોના પોઝિટીવના કેસ દિન-પ્રતિદન વધતાં જાય છે. જે જિલ્લાવાસીઆે માટે ચિંતાજનક છે.આમ રવિવારે આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના વધુ નવા 14 કેસ નોધાતાં જિલ્લાનો કુલ આંક 2725 પર પહોંચી જવા પામ્યો છે. જેમાંથી 11 કેસ તો માત્ર આણંદ શહેર સહિત તાલુકાના છે. જ્યારે બોરસદમાં 2 અને પેટલાદમાં 1 મળી કુલ 14 નવા કેસ નોધાયા છે.

અન્ય સમાચારો પણ છે...