અમદાવાદની ઘટના બાદ સરકારના આદેશથી આણંદ ફાયર બ્રિગેડ ફાયર સેફટી અંગે ક્ડક કાર્યવાહી હાથધરીને 5 દિવસમાં આણંદ શહેરમાં 30 થી વધુ કોમ્પલેક્ષમાં ચેકીંગ હાથધરીને ફાયર સેફટીના સાધનો ન વસાવ્યાં હોવાથી સીલ કરવામાં આવ્યાં હતા. તેમજ 350 વધુ દુકાનદારોને નોટીસ પાઠવવામાં આવી હતી.બુધવારે પુનઃ ફાયર બ્રિગેડ ની ટીમો આણંદ ,બાકરોલ સહિતના વિસ્તારમાં તપાસ હાથધરી હતી. તપાસ દરમિયાન કેટલાંક કોમ્પલેક્ષ ફાયર સેફટીના સાધનની કામગીરી પૂર જોશમાં હાથધરી હતી. આણંદ શહેરના 14 કોમ્પલેક્ષના માલિકોએ ફાયર સેફટીની સિસ્ટમ બેસડવાની કામગીરી અને બાકીનાઓ બાહેધરી આપતાં સીલ ખોલી નાંખ્યા હતા.
આણંદ શહેરના આમીના હિલ્સ, લક્ષ્મી વિલા કોમ્પલેક્ષ, સરવરી કોમ્પલેક્ષ, સંસ્કૃતિ કોમ્પલેક્ષ, આત્મિય આર્કેડ , પલ હેરીટેજ કોમ્પલેક્ષ, આત્મીય ઇચ્છા કોમ્પલેક્ષ, આર એ ચેમ્બર, શિવાશ્રય કોમ્પલેક્ષ, વી આઇપી ચેમ્બર, દેવ રેડ સ્કવેર,કવિતા શોપિંગ સેન્ટર અને આસ્થા આક્રેડ તેમજ પાયોનિયર કોર્મશીયલ કોમ્પલેભ માલિકાઓ ફાયર સેફટીના સાધનો બેસાડવનું કામ શરૂ કરતાં તેઓના સીલ ખોલી નાંખવામાં આવ્યાં છે. તેમજ દુકાનોનાસીલ ખોલવામાં આવ્યાં છે. બુધવારે એક પણ દુકાનને સીલ મારવામાં નહીં આવ્યું હોવાનું ફાયર બ્રિગેડના ચીફ ધર્મેશ ગોરે જણાવ્યું હતું.
અોચિંતી ઝુંબેશ ધીમી પડી જતાં તર્ક વિતર્ક
આણંદ શહેરમાં બહુમાળી ઈમારતો અને દુકાનોમાં ફાયરની સુવિધાના હોય તેવી મિલ્કતોને ચાર દિવસથી સીલ મારવાની કાર્યવાહી જોર શોરથી હતી.ત્યારે બે દિવસથી આણંદ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા સીલ કરવાનું બંધ કરી માત્ર લખાણ લઈને ખાનાપૂર્તિ કરાઇ રહી છે. આ બાબતે રાજકીય પ્રેશર કામ કરી ગયુ કે પછી માનવીય અભિગમથી અોથમાં ઝુંબેશ બંધ થવા તરફ જઇ રહી હોવાનું મનાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.