પાટોત્સવ:આણંદના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે 13માં પાટોત્સવનું આયોજન

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રબારી સમાજના સંતો-મહંતો ભુવાજીઓ આશીર્વાદ પાઠવશે, રાત્રે લોકડાયરો યોજાશે

આણંદ જિલ્લાના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે 18મી એપ્રિલના સોમવારના રોજ ચેહરમાંનો 13મો પાટોત્સવ યોજાશે. જેમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

આણંદના ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે 13મા પાટોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમાં સવારે 9 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે 5 કલાકે શ્રીફળ હોમ કરાશે જ્યારે સાંજના 6-30 કલાકે માઈ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ માંગલિક અવસરે રાત્રે 9 કલાકે લોકડાયરો યોજાશે.

આ અવસરે દૂધરેજ વડવાળા મંદિરના કનીરામદાસ બાપુ, ડાકોરના સરસ્વતી દાસ બાપુ, પેટલી મંદિરના નિર્મલ દાસ બાપુ, કાસવાના ભુવાજી રાજા ભગત, વિરોચનનગરના ભુવાજી કનુભાઈ, ભુવાજી બચુભાઈ રબારી, કમલીવાડા વિક્રમભાઈ રબારી સહિત સંતો, મહંતો, ભુવાજીઓ, સંસદ સભ્યો ધારાસભ્યો, મુકેશભાઈ ભરવાડ અને માઈ ભક્તો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે માતાજીના ભક્તોને માતાજીના દર્શનનો લાભ લેવા ભુવાજી નાગજીભાઈ રબારી દ્વારા કાર્યક્રમ જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...