તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં મંગળવારે કોરોનાના 138 કેસ 143 દર્દીએ કોરોનાને માત આપી

આણંદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચાર દિવસમાં રીકવરી રેટમાં 75 ટકાનો વધારો થયો

આણંદ જિલ્લામાં એપ્રિલ માસમાં 1857 પોઝિટીવ કેસ નોંધાયા હતા. એપ્રિલના પ્રથમ 12 દિવસમાં 500નો આંક વટાવ્યો હતો.જયારે મેના ચાર દિવસમાં 572 પોઝિટીવ કેસ નોધાયા છે. આમ એપ્રિલ કરતાં મે માં કોરોના પોઝિટીવ કેસમાં 200 ટકાનો વધારો નોંધાયો છે. જયારે આનંદની વાત એ છે કે મેમાં પોઝિટીવ કેસ ચાર દિવસમાં નોંધાયા તેની સામે 571 દર્દીઓ કોરોના માત આપી છે. આમ છેલ્લા ચાર દિવસથી રીકવરી રેડમાં 75 ટકાનો વધારો થયો છે.

આણંદ શહેર અને તાલુકામાં કોરોના પોઝિટીવ કેસનો આંક સતત વધી રહ્યો છે. સાથે સાથે ઉમરેઠ, ખંભાત અને પેટલાદ વિસ્તારમાં કોરોના પોઝિટીવ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.આણંદ તાલુકામાં 56, આંકલાવમાં 7, બોરસદમાં 14, ખંભાતમાં 23, પેટલાદમાં 14, તારાપુર-ઉમરેઠમાં 9-9, સોજિત્રામાં 4 પોઝિટીવ કેસો નોધાયા છે. આમ છેલ્લા ત્રણ દિવસથી ખંભાતમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી ચિંતાનો વિષય બન્યો છે. આમ પુનઃ કેટલાક તાલુકામાં પીક જોવા મળી રહી છે. જો કે હજુ પણ 1016 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જયારે હોમ આઇસોલેશન હેઠળ 128 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો