તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 હજારની લાંચ કેસ:નાયબ કાર્યપાલક ઇજનેરના ઘરેથી 13.62 લાખ મળ્યા

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ એસીબી પોલીસે રૂા 15 હજારની લાંચ લેતા ઝડપી પાડેલા માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરના ઘરે સર્ચ ઓપરેશન હાથધર્યુ હતું.જેમાં રૂા 13.62 લાખની ઘરવખરીની ચીજવસ્તુઓ મળી આવી હતી.જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ તાલુકાના એક ગામમાં વિકાસલક્ષી કામોની ફાઇલ મંજૂર કરવા માટે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર જગદીશચંદ્ર પટેલે રૂા 15 હજારની લાંચની માંગણી કરી હતી. જે અંગે અરજદારે આણંદ એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીની ટીમે છટકુ ગોઠવીને જગદીશચંદ્ર પટેલને અરજદાર પાસેથી રૂા 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડીને ગુનો દાખલ કર્યો હતો. આણંદ એસીબી પી.આઈ સી.આર. રાણા તેમજ દ્વારા ઝડપાયેલ જગદીશચંદ્ર પટેલના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જગદીશચંદ્ર પટેલના વડોદરાથી ખાતેના મકાનમાંથી રૂા 13.62 લાખની ઘરવખરી મળી આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો