તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદમાં પ્રથમ સપ્તાહમાં 134 બીજામાં 85 પોઝિટીવ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂનના 13 દિવસમાં જ 648 દર્દીઓને રજા અપાઇ
  • રસીકરણની કામગીરીમાં ત્રણ ગણો વધારો નોંધાયો

આણંદ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કોરોના સંક્રમણની ગતિ મંદ પડી ગઇ છે. જેના કારણે જૂન માસમાં દૈનિક સરેરાશ માત્ર 8 કેસ નોંધાઇ રહ્યાં છે. પ્રથમ સપ્તાહમાં 134 અને બીજા સપ્તાહમાં માત્ર 85 પોઝિટીવ કેસ નોંધાયા છે.જયારે મે માસમાં દૈનિક સરેરાશ 18 પોઝિટીવ કેસ નોંધતાં હતા. હાલમાં કોરોનાની બીજી લહેર સમાપ્તી તરફ આગળ ધપી રહી છે.

જૂન માસના પ્રથમ સપ્તાહમાં જ્યાં 134 પોઝીટીવ કેસ નોંધાયા હતા, ત્યાં હવે બીજા સપ્તાહમાં માત્ર85 પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમાંય રીકવરી રેટમાં પણ સુધારો થતા હવે ચિંતાના દિવસો ગયા છે. મે માસમાં 4387 કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા હતા અને 5815 દર્દી સાજા થયા હતા. ત્યારે હવે જૂન માસના બે સપ્તાહમાં માત્ર 219પોઝીટવ કેસ નોંધાયા છે અને648ને રજા આપી દેવાઈ છે. ત્યારે એપ્રિલ અને મે માસના સરેરાશ 6244 નોંધાયા છે તેની સામે જૂન માસના 13 દિવસ માત્ર 214 કેસ નોંધાયા છે. સરેરાશ 90 ટકા સંક્રમણ ઘટયું છે. સંક્રમણ ઘટયું છે ત્યારે આગામી દિવસોમાં કોવિડના નિયમોનું પાલન કરાવવું જરૂરી છે.

આણંદ જિલ્લામાં આજે માત્ર 4 પોઝીટીવ કેસ
આણંદ જિલ્લામાં આજે માત્ર4 કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીનો કોરોનાનો કુલ આંક 9532 થયો છે. જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં માત્ર 108 દર્દી દાખલ છે. જેમાંથી 52 સ્ટેબલ, 40 ઓક્સિજન પર અને16વેન્ટીલેટર પર છે. જ્યારે હોમ આઇસોલેશન દર્દીઓની સંખ્યા પણ વધ-ઘટ થઇ રહી છે. હાલ જિલ્લામાં 9 દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘેરબેઠા દવા પહોંચાડાય છે.

પોઝિટીવ કેસ ઘટતાં માત્ર 108 દર્દી દાખલ
આણંદ જિલ્લામાં એપ્રિલ અને મે માસ દરમિયાન દાખલ દર્દીઓનો આંકડો 1350 પહોંચી ગયો હતો. ત્યાં હવે જૂન માસમાં માત્ર 108 જ દર્દી દાખલ છે. એટલે એપ્રિલ-મેની સરખામણીમાં જૂનમાં માત્ર 92 ટકા દાખલ દર્દીની સંખ્યા ઘટી છે. બીજીતરફ જૂન માસના 13 દિવસમાં 214 નવા કેસની સામે 648ને રજા આપી દેવાઈ છે. જેથી ડિસ્ચાર્જ રેટ પણ વધુ હોવાથી દાખલ દર્દીઓની સંખ્યા ઘટી છે.

12 દિવસમાં 92148 લોકોએ રસી મુકાવી
આણંદ જિલ્લાને રસીનો યોગ્ય જથ્થો મળતો થઈ જતાં વેક્સીનેશનમાં પણ સુધારો થયો છે. જૂન માસના 12 દિવસોમાં કુલ 92,148 લોકોએ રસી મુકાવી જેમાં 18-44 વર્ષમાં 22,265, 45 થી 60 વર્ષમાં 60,640 અને 60 વર્ષથી ઉપરના 9,279 લોકોએ રસી મુકાવી છે.

15584 સેમ્પલમાંથી95 ટકા નેગેટીવ
આણંદ જિલ્લામાં કોરોના સંદર્ભે જે સૌથી વધુ રાહત આપતા સમાચાર છે, તે જૂન માસના પ્રથમ 13 દિવસ દરમિયાન 15584કોરોના સેમ્પલ લેવાયા છે. જેમાંથી માત્ર 1.90 ટકા સેમ્પલ પોઝીટીવ આવ્યા છે. 98.10 ટકા સેમ્પલ નેગેટીવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...