રાહત:130 મકાનો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં 7 ગ્રામજનોને રાહત

આણંદ જિલ્લા સહિત તાલુકામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઈને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લા કલકેટર દ્વારા ગત 27મી અેપ્રિલ 2021ના રોજ આણંદ તાલુકાના 130 મકાનોને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં હતાં. જે 130 મકાનો આજે નિયંત્રિત વિસ્તારમાંથી મુક્ત જાહેર કર્યા છે.

જે અંતર્ગત કરમસદ ન.પા.ની હદમાં આવેલા 21 મકાનો તેમજ વિદ્યાનગર ન.પાની હદમાં આવેલા 24 મકાનો, ઓડ ન.પા.ની હદમાં આવેલા 2 મકાનો, અડાસ ગ્રા.પં.ની હદમાં આવેલું 1 મકાન, નાપાડ તળપદ ગ્રા.પં.ની હદમાં આવેલા 15 મકાનો, નાવલી ગ્રા. પં.ની હદમાં આવેલા 40 મકાનો, જીટોડિયા ગ્રા.પં.ની હદમાં આવેલા 26 મકાનો વિસ્તારનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસોથી કોરોના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં લાંબા સમયબાદ કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં પણ ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...