તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાની પધરામણી:જિલ્લામાં સિઝનનો 12.83% વરસાદ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સૌથી ઓછો 1.5 % ઉમેરઠ તાલુકામાં, સૌથી વધુ 38 % આણંદ તાલુકામાં

આણંદ જિલ્લામાં બુધવાર રાતથી મેઘરાજાની પધરામણી થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી. આમ આણંદ શહેર સહિત જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 12.83 ટકા વરસી ચુક્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના આણંદ તાલુકામાં સર્વાધિક 38 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યાર બાદ સોજિત્રામાં 18 ટકા, તારાપુરમાં 11 ટકા મેઘમહેર થઈ છે. ઉપરાંત આંકલાવ તાલુકામાં 8.6 ટકા, બોરસદ તાલુકામાં 8.31 ટકા અને ખંભાત તાલુકામાં 5.3 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી અોછો વરસાદ ઉમરેઠ તાલુકામાં માત્ર 1.5 ટકા જેટલો નોંધાયો છે. આમ જિલ્લાનો સિઝનનો સરેરાશ વરસાદ 12.83 ટકા થયો છે.

આણંદ જિલ્લામાં શુક્રવાર સવારે 6 થી સાંજના 6 કલાક દરમિયાન થયેલી મેઘમહેર

તાલુકોસવારે 6થી88થી1010થી સાંજના6કુલ વરસાદ
આણંદ120મીમી50મીમી13મીમી183મીમી
આંકલાવ000મીમી08મીમી30મીમી038મીમી
ઉમરેઠ000મીમી01મીમી00મીમી001મીમી
ખંભાત002મીમી20મીમી09મીમી031મીમી
તારાપુર002મીમી00મીમી03મીમી005મીમી
પેટલાદ032મીમી16મીમી36મીમી084મીમી
બોરસદ000મીમી15મીમી38મીમી053મીમી
સોજિત્રા000મીમી04મીમી27મીમી031મીમી

આંકલાવમાં વરસાદથી મુખ્ય બજારો પાણીથી છલકાયા
આંકલાવમાં શુક્રવાર વહેલી સવારથી જ ધોધમાર વરસાદથી વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે જેને લઈને આંકલાવ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જેમાં આંકલાવ શહેરના મુખ્ય બજારમાં ઢીંચણ સમાંપાણી ભરવાના કારણ સરકારી હોસ્પિટલમાં જવના માર્ગ પર દર્દીઓને જાવા માટે ભારે હાલાકી વેઠવી પડી હતી.

તારાપુરમાં સિઝનનો 11 ટકા વરસાદ પડી ચુક્યો
તારાપુર સહિત સમગ્ર જિલ્લામાં બુધવાર મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ ચુકી હતી. જે શુક્રવાર બાપોર સુધી યથાવાત રહી હતી. જેને લઈને તારાપુરમાં સિઝનનો 11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

પેટલાદ તાલુકામાં સતત ત્રણ દિવસથી હળવો ભારે વરસાદ
પેટલાદ શહેરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમી અને બફારો વધતાં લોકો હેરાન પરેશાન થઈ ચૂકયાં છે. ત્યારે સતત ત્રણ દિવસથી વરસાદ પડતાં 101મીમી વરસાદ વરસતાં આમ પેટલાદમાં સિઝનનો 12 ટકા વરસાદ ખબાક્યો છે.

ઉમરેઠમાં માત્ર છાંટા પડ્યાં
શુક્રવારે વહેલી સવારથી આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદે ધબ ધબાટી મચાવી હતી.જો કે, ઉમરેઠ શહેર સહિત તાલુકામાં માત્ર છાંટા પડયા હતા. આમ ઉમરેઠમાં માત્ર સિઝનનો 1.5 ટકા વરસાદ વરસ્યો હતો. આમ ખેડા અને આણંદ જિલ્લાની હદ પર આવેલા આ તાલુકામાં હજુ પુરતા પ્રમાણમાં મહેર થઈ ન હોવાથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

બોરસદમાં વરસાદી માહોલ જામતાં ખેડૂતોમાં આનંદ
બોરસદ તાલુકામાં ગુરુવાર રાત્રિથી ધીમી ધારે વરસાદની શરૂઆત થતા ખેડૂતો આનંદમાં આવી ગયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોએ કાળઝાળ ગરમીમાંથી મુક્તી મેળવી હતી.શુક્રવારે સવારે પણ વરસાદ ચાલુ રહેતા આણંદ ચોકડી થી ત્રિકોણીયા કોમ્પ્લેક્સ તરફ વાસદ ચોકડી વિસ્તારમાં અને સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.

ખંભાતમાં સિઝનનો સરેરાશ 41 મીમી વરસ્યો
જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થયા બાદ ખંભાત શહેર સહિત તાલુકમાં સતત ત્રણ પડી રહેલા વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં ઘુંટણ સામા પાણી ભરતાં રાહદારીઓને ભારે પરેશાનાની સામનો કરવો પડ્યો હતો. આમ ખંભાત તાલુકામાં સિઝનનો સરેરાશ 41 મીમી વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...