તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • 127 New Positive Cases Of Corona Were Registered In Anand District Today, The Number Of Active Cases Reached Over One Thousand

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં આજે કોરોનાના નવા 127 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા એક હજાર પાર પહોંચી

આણંદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 432 દર્દી ઓક્સિજન ઉપ , 28 બાયપેય ઉપર અને 32 વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ 219 દર્દી સાજા થયા

આણંદ જિલ્લામાં કોરોનાની ઘાતકી કહેર મચાવ્યો છે. આજે જિલ્લામાં નવા 127 કેસ નોંધાયા છે. જીવલેણ કોરોનાએ ગત એપ્રિલમાં સાત દર્દીઓનો ભોગ લીધાના સમાચારે સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ ઉભો કર્યો છે. ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 888 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલ તરફની દોટ લગાવી છે. આણંદ જિલ્લામાં આજે નોંધાયેલ કોરોના વિસ્ફોટના આંકડા અને વધતા જતા દર્દીના મોતના સમાચારે સરકારીની ઊંઘ હરામ કરી દીધી છે.ચિંતાનો વિષય છે કે વેકસીનેશનનો દર ગોકળગતિએ ચાલી રહ્યું છે.આજે માત્ર 3110 વ્યક્તિઓને રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 127 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 5360 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 4313 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી કુલ મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 26 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 1021 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 529 ની હાલત સ્થિર છે. 472 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે.28 દર્દીઓ બાયપેય ઉપર અને 32 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે.372 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 62 અંજલિમાં, 35 આણંદની જનરલ હોસ્પિટલમાં, 46 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 888 દર્દીઓ સારવાર હેઠળ છે. 133 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો