તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • 126 Applications, Various Tax Collection Of Rs. 15 Crore 65 Lakhs In The Municipality To Take The Example That There Is No Arrears

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવકમાં વધારો:બાકી લેણું નથી તેવો દાખલો લેવા પાલિકામાં 126 અરજી, 15 કરોડ 65 લાખની વિવિધ વેરા વસુલાત

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

આણંદ નગરપાલિકાની ચૂંટણીનું રંગશીંગુ ફુંકાઇ ગયું છે.ત્યારે આગામી સોમવારે જાહેરનામું બહાર પડે તેવી શકયતાઓ હોઈ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવવા માટે ધમપછાડા શરૂ કરી દીધા છે. આણંદ પાલીકાની ચૂંટણી જાહેર થઈ તે સમયે 30.56 કરોડ ઉપરાંતની વિવિધ વેરા વસુલાત બાકી પડતી હતી. જો કે શહરેમાં વેરા વસુલાત માટે આણંદ પાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ ચુંટણી આવતાંની સાથે વર્ષોથી ટેકસ નહીં ભરતા ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે બાકી લેણુ નથી તેવો દાખલો રજૂ કરવાનો હોઈ પાલિકામાં ટેક્સ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

જેના પગલે આણંદ પાલિકાને વેરા વસુલાતની રકમ 51.22 ટકા એટલે કે રૂા 15.65 કરોડની આવક થતા ફાયદો થઈ રહયો છે. વધુમાં આણંદ પાલિકા ટેકસ વિભાગના અધિકારી અલ્પેશભાઈએ જણાવ્યુ કે હાલમાં ચુંટણીના પગલે બાકી લેણુ નદી તેવો દાખલો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. પરંતુ બાકી પડતો તમામ ટેકસ ભરપાઈ બાદ દાખલો આપવામાં આવે છે.જે ટેકસ ભરતા નથી તેવાની અરજી પણ સ્વિકારાતી નથી. બીજી તરફ ચુંટણીના પગલે આણંદ પાલિકાની વિવિધ ટેકસની આવકમાં પણ 15 કરોડ 65 લાખની આવકમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો