પક્ષી બચાવો અભિયાન:આણંદમાં 123 તબીબને તાલીમ, હવે ઉતરાયણમાં અન્ય શહેરોમાં જઇ દોરાથી ઘાયલ પક્ષીને બચાવશે

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અાણંદ વેટરનરી કોલેજનો સેવાયજ્ઞ, ગત વર્ષ કરતા અા વર્ષે 33 તબીબો વધુ તૈયાર કર્યા

ઉત્તરાયણ પર્વના હવે બે દિવસ બાકી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણના દિને ગગનમાં વિહાર નિદોર્ષ પક્ષીઓ ઘાયલ થાય તો જીવ બચવાના હેતુથી આણંદ વેટરનરી કોલેજના સર્જરી વિભાગે‌ 123 જેટલા તબીબી વિદ્યાર્થીઓ અને ડોકટરોને ટ્રેનિંગ આપીને રાજ્યમાં જુદી જુદી જગ્યાએ મોકલવામાં આવશે. સ્થળ પર ઘાયલ થયેલા પક્ષીઓને ઓપરેશન કરીને વધુ સારવાર માટે આણંદ વેટનરી કોલેજમાં લાવવામાં આવશે. આમ રાજ્યમાં 12 જેટલી ટીમો જુદા જુદા શહેરોમાં મોકલવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉતરાયણ પર્વે પતંગ ચગાવતી વખતે પતંગ રસિયાઓ થકી પક્ષીઓ ઘાયલ ના થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે આણંદ વેટરનરી સર્જરી વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વે ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે તબીબો દ્વારા 2 દિવસથી ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. જેમાં સૌ પ્રથમ વેટરનરી સર્જરી વિભાગના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં 123 તબીબોને ડોક્ટર પી.એચ. ટાંગના માર્ગદર્શન હેઠળ પક્ષી ઘાયલ થાય તો કેવી રીતે ઓપરેશન કરીને બચાવી લેવાય સહિતની માહિતી આપવામાં આવે છે.

મંગળવારે આણંદ જિલ્લાના વન વિભાગના અધિકારીઓ જુદી જુદી એનજીઓને તાલીમ આપીને સ્થળ પર હાજર રહેવા સુચના આપવામાં આવી છે. આ અંગે વેટરનરી સર્જરી વિભાગના પ્રાધ્યાપક અને વડા પી.વી.પરીખે જણાવ્યું હતું કે, રાજ્યમાં અમદાવાદમાં 75, વડોદરા 18, ભાવનગર 4, ગાંધીનગર 4, સુરત 11, રાજકોટમાં 8 સહિત કુલ 123 તબીબોની ટીમોને પક્ષીઓની સારવાર માટે તૈનાત કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદ ખાતે પણ તાલીમ આપવામાં આવી હતી.

પક્ષીઓ ગળામાં વીંટળાયેલી દોરી કેવી રીતે કાઢવી તે અંગેની જાણકારી અપાઇ
ચાલુવર્ષે ઉત્તરાયણ પર્વ કરૂણા અભિાયન અંતર્ગત ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે નિષ્ણાંત ડોકટરો, વેટનરીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને એનજીઓ સંસ્થા પ્રતિનિધિઓ મળીને કુલ123 લોકોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે. જેમાં ઘવાયેલ પક્ષીને વીંટળાયેલી દોરી કેવી રીતે કાઢવી તેમજ તેને જરૂરીયાત મુજબ ઇન્જેકશનનો ડોઝ કેટલો આપવો, ગંભીર રીતે ઘવાયેલા પક્ષીઓને ટાંકા કેવી રીતે લેવા તેમજ ઓપરેશનની જરૂર પડે તો શું કરવું તે અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી છે.> ડો. પિનેશ પરીખ, વેટનરી કોલેજ આણંદ

ગતવર્ષે ઘાયલ 9 હજાર પક્ષીની સારવાર કરી હતી
ગતવર્ષે ઉત્તરાયણ પર્વના ચાર દિવસ દરમિયાન 9 હજારથી વધુ પક્ષીઓ દોરીને કારણે ઘાયલ થયા હતા.જેમાં 750 પક્ષીઓના મોત નિપજયાં છે. તે વખતે 90 ટીમો બનાવીને સમગ્ર રાજયમાં સારવાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...