તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • 1200 Vehicles Paid 7 Lakh More Fines; Drivers Without Fastags Get Stuck On Vasad Tolnaka, Common Raging Incidents Happen

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસૂલાત:1200 વાહનોએ 7 લાખ વધુ દંડ ચૂકવ્યો; વાસદ ટોલનાકા પર ફાસ્ટેગ વગરના વાહન ચાલકો અટવાયા, સામાન્ય રકઝકના બનાવો બન્યા

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

16મી ફેબ્રુઆરીથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત કરવામાં આવ્યા બાદ ભારે વાહનના ચાલકોએ કે જેમણે પોતાના વાહનો પર ટેગ લગાવ્યા નહોતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આમ છતાં પણ અનેક વાહન ચાલકો કે જેમણે પોતાના વાહન પર ફાસ્ટેગ લગાવી નહોતી. જેને પગલે રાત્રિના બાર વાગ્યાથી મોડી સાંજ સુધીમાં 1200 જેટલાં વાહનો પસાર થયા હતા. અને તેમણે સાત લાખથી વધુનો દંડ ચૂકવ્યો હતો.

મંગળવારે બપોરે વડોદરા તરફથી આણંદ તરફ જઈ રહેલા માટી ભરેલા ડમ્પરના ચાલકે ફાસ્ટ ટેગ લીધી ન હોય તેમને ટોલ બૂથ પરના કર્મચારીઓ સાથે ચકમક ઝરી હતી. ટોલના કર્મીએ તેમને ટોલ પ્લાઝામાંથી પસાર થવા માટે તેમણે ડબલ ટોલ ટેક્સ આપવો પડશે તેવી રજૂઆત કરી હતી. જેને પગલે ડમ્પર ચાલકે તેનું ડમ્પર પાછું લીધું હતું. જેથી પાછળ રહેલા મુસાફરોને ટોલ બૂથ પર પોતાના વાહનો પાછા વળવા પડ્યા હતા. જેથી ટ્રાફિક જામના દૃશ્ય પણ થોડો સમય સર્જાયા હતા.

વાસદની આસપાસના ગામોને માસિક પાસ આપવામાં આવ્યો
વાસદ ટોલ પ્લાઝા પાસેના આસપાસના ગામના વાહનચાલકોને મુક્તિ આપવામાં આવી નહોતી. પરંતુ તેમને માસિક પાસની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જેથી સમગ્ર દિવસ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. જોકે, આમ છતાં તકેદારીના ભાગરૂપે વાસદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સામાન્ય રકઝક સિવાય બીજી કોઇ મોટી ઘટના બની ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો