જળસંચય:કનેવાલ અને પરિએજ તળાવ ભરવા માટે વણાકબોરી ડેમમાંથી મહી કેનાલમાં 1200 ક્યુસેક પાણી છોડાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા જૂથ યોજના સાથે જોડાયેલા 67 ગામોને પાણીનો લાભ મળશે
  • ​​​​​​​ખંભાત તાલુકાના 24, તારાપુર તાલુકાના 14, માતર પંથકના 28 ગામોમાં પાણી પુરવઠા દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે

ઉનાળા માં એપ્રિલ માસમાં ગરમીએ આખરી સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધંુ છે. ત્યારે ખંભાત પંથકના કનેવાલ અને માતર પંથકના પરિએજ તળાવમાં પીવાના પાણી બૂમો ઉઠવા પામી છે. જેને લઇને તળાવના પાણી સ્તર નીંચા ઉતરી ગયા હોવાથી તંત્રમાં ચિંતાનો વિષય બની ગયો છે. આખરે તંત્રએ રજૂઆત કરાતાં વણાકબોરી ડેમમાંથી રાત્રિના સમયે પરિએજ અને કનેવાલ તળાવમાં પાણી ભરવા માટે 1200 કયુસેક પાણીનો જથ્થો વહેતો કરવામાં આવશે , ખંભાત ,તારાપુર અને માતર પંથકના 50 વધુ ગામોમાં પાણી પૂરવઠા જૂથ યોજના હેઠળ સપ્લાય આપવામાં આવે છે.

તેવા ગામો હાલ પીવાના પાણી બૂમો છેલ્લા 10 દિવસથી પડી રહી છે. ત્યારે આ વિસ્તારમાં પીવાનું પાણી પુરૂ પાડવા માટે વણાકબોરી ડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવનાર છે.પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લા પાણી પૂરવઠા વિભાગ હસ્તકના ખંભાત,તારાપુર, સોજીત્રા અને બોરસદ તાલુકના કુલ 67 ગામડાઓ પીવાના પાણી માટે મહિ કેનાલ આધારીત કનેવાલ અને વલ્લી તેમજ પરિએજ તળાવમાં પાણી પૂરપાડવામાં આવે છે. ચાલુવર્ષે ઉનાળા ગરમી આખરી સ્વરૂપ જોવા મળતાં પીવાના પાણી પોકાર છેલ્લા 15 દિવસથી શરૂ થઇ ગઇ છે.

તેના કારણે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને બેડા લઇને પીવાનું પાણી મેળવવા માટે ગામની સીમમાં આવેલા વર્ષો જૂના કુવા ઉલેચવાનો વખત આવ્યો છે. મોટાભાગના ગામોમાં પશુઓને પીવાનું પાણી કયાંથી લાવવો તે પ્રશ્ન થઇ પડયો છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા મહી સિંચાઇ વિભાગમાં રજૂઆત કરવામાં આવતાં આખરે વણાકબોરી ડેમમાંથી 1200 કયુસેક પાણી શનિવાર રાત્રે છોડવામાં આવનારા છે.જેમાંથી માત્ર કનેવાલ અને પરિએજ તળાવ ભરવામાં આવનાર છે.

જેના કારણે આગામી 20 દિવસ સુધી પીવાના પાણીની સમસ્યા સામાન્ય હળવી થશે તેમ પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે પરિએજ કનેવાલ તળાવ પાણી સમસ્યા ઉભી થાય નહીં તે માટે 67 ગામોના લોકોને પીવાનું પાણી મળી રહે તેવા હેતુથી શનિવાર રાત્રિ 1200 કયુસેક પાણી વણાકબોરી ડેમ થઇને ઠાસરા,નડીઆદ, પેટલાદ અને ખંભાત કેનાલમાં થઇને પાણી છોડવામાં આવશે જે પંપ થકી પાણી પુરૂ પાડવામાં આવશે.

તળાવોમાં માત્ર 30 ટકા જ જથ્થો હોવાથી પાણીની સમસ્યા વિકટ
આણંદ જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા ખંભાત અને તારાપુર પંથકમાં કનેવાલ અને વલ્લી પાણી પુરવઠા જૂથ યોજના હેઠળ 42થી વધુ ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ ઉપરાંત પરિએજ અને કનેવાલમાં સૌરાષ્ટ્રના 55થી વધુ ગામોને પાણી પુરૂ પાડવામાં આવે છે. ત્યારે હાલ બંને તળાવોમાં 30 ટકા જથ્થો હોવાથી પીવાના પાણીની બુમો ઉઠવા પામી છે ત્યારે આગામી દિવસોમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે વણાકબોરી ડેમમાં 1200 ક્યુસેક પાણી છોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...